યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર રશિયાનો હુમલો: 2નાં મોત, 14 કર્મચારી ઘાયલ

  યુક્રેન-રશિયા યુદ્ધમાં હુમલાઓ વધુ ઉગ્ર બનતા જઈ રહ્યા છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ પ્લાન્ટ…

 

યુક્રેન-રશિયા યુદ્ધમાં હુમલાઓ વધુ ઉગ્ર બનતા જઈ રહ્યા છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ પ્લાન્ટ ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલનો છે.

ક્રિવી રીહ શહેરમાં આવેલા આ પ્લાન્ટ પર થયેલા હુમલામાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે 14 કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ શહેર યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીનું વતન પણ છે. રશિયાએ આ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલો યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવેલા મોટા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો.

રશિયન મિસાઈલ હુમલામાં પ્લાન્ટની વીજળી વ્યવસ્થા તેમજ સ્ટીલ ઉત્પાદન માટેની બ્લાસ્ટ ફર્નેસ યુનિટને નુકસાન થયું છે. જેના કારણે પ્લાન્ટમાં ઉત્પાદનનો કેટલોક હિસ્સો બંધ કરવાની ફરજ પડી છે.આ હુમલો યુક્રેન દ્વારા રશિયાના અનેક વિસ્તારોમાં કરવામાં આવેલા મોટા ડ્રોન હુમલા બાદ થયો છે. રશિયાના જણાવ્યા મુજબ, યુક્રેનના આ હુમલામાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા હતા.

રશિયન અધિકારીઓએ આ હુમલાને તાજેતરના સમયના સૌથી મોટા ડ્રોન હુમલાઓમાંથી એક ગણાવ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રાતોરાત દેશભરમાં યુક્રેનના 822 ડ્રોનને રોકવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટનાક્રમથી યુક્રેન-રશિયા યુદ્ધમાં હુમલાઓની તીવ્રતા વધુ વધી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *