ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ આજે આજે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને પ્રવક્તા પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે ભાજપ નેતા નીતિન નવીનને લખેલા પત્રમાં પાર્ટી છોડવાનો નિર્ણય જણાવ્યો. જોકે તેઓ પત્રી છોડવાના છે તેવી અટકળો ઘણા સમયથી ચાલતી હતી, ત્યારે તેમણે હવે પાર્ટી નેતૃત્વને પત્ર લખીને સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો રાજીનામું પત્ર શેર કરતા, પૂનાવાલાએ કહ્યું, “અત્યંત નમ્રતા, સ્નેહ અને કૃતજ્ઞતા સાથે, મેં ફરી એકવાર ભાજપ અને નીતિન નવીનને મારું રાજીનામું સુપરત કર્યું છે, અને વિનંતી કરી છે કે તે સ્વીકારવામાં આવે.”
તેમણે વધુમાં ઉમેર્યું, “ભાજપ દ્વારા અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી, નીતિન નવીન, અમિત શાહ, બીએલ સંતોષ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અમારા બધા વરિષ્ઠ નેતાઓ અને સમગ્ર સંઘ પરિવાર દ્વારા મને આપવામાં આવેલા માર્ગદર્શન, પ્રેમ, આદર અને પ્લેટફોર્મ – અને મારામાં મૂકવામાં આવેલા વિશ્વાસ માટે હું હંમેશા આભારી રહીશ.”
પાસમંડા મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરતા પૂનાવાલાએ કહ્યું કે, ‘કોઈ અન્ય દેશ કે અન્ય કોઈ રાજકીય પાર્ટીમાં તેમના જેવી કહાની, એટલે કે એક યુવા, પસમંદા મુસ્લિમ અને કોઈ રાજકીય પરિવારની બેકગ્રાઉન્ડ વગરની વ્યક્તિની કહાની, કદાચ ભાગ્યે જ જોવા મળે. તેમણે ઉમેર્યું, “જોકે હું પાર્ટી અને રાષ્ટ્રીય પ્રવક્તાની ભૂમિકાથી અલગ થઈ રહ્યો છું’ જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું મિશન અને વિઝન યથાવત રહેશે. ‘VB અને MIGA’, એટલે કે ‘વિકસિત ભારત’ અને ‘મેક ઈન્ડિયા ગ્રેટ અગેઇન’ના વિઝનને લઈને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વધુ જોશ અને જુસ્સા સાથે આગળ વધતા રહેશે.
