સિવિલ હોસ્પિટલમાં હડતાળ સમેટાતા દર્દીઓનો ધસારો

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલનાં પીએમજેવાય બિલ્ડિંગમા ફરજ બજાવતા ન્યુરો સર્જન ડો. પાર્થ પંડયા પર દર્દીનાં પરીચીત જયદીપ ચાવડા નામનાં શખ્સે હુમલો કરતા ઘેરા પ્રત્યાઘાત પડયા…

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલનાં પીએમજેવાય બિલ્ડિંગમા ફરજ બજાવતા ન્યુરો સર્જન ડો. પાર્થ પંડયા પર દર્દીનાં પરીચીત જયદીપ ચાવડા નામનાં શખ્સે હુમલો કરતા ઘેરા પ્રત્યાઘાત પડયા હતા . આ ઘટનામા પ્રનગર પોલીસ મથકમા ડો. પંડયાની ફરિયાદ પરથી જયદીપ ચાવડા વિરુધ્ધ ગુનો નોંધવામા આવ્યો હતો અને તબીબોએ આરોપીને 48 કલાકમા ઝડપી લઇ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી આમ છતા 48 કલાકમા આરોપી ન પકડાતા જુનિયર તબીબોએ હડતાળનુ એલાન કર્યુ હતુ અને જેના કારણે ઓપીડી સેવા બંધ હાલતમાં હતી અને દર્દીઓ માટે માત્ર ઇમર્જન્સી સેવાઓ કાર્યરત હતી.

જેને કારણે ગઇકાલે સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાંથી આવતા દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આ ઘટનામા હાલ પોલીસે આરોપીને રાત્રે ઝડપી લેતા જુનિયર તબીબોએ હડતાલ સમેટી લીધી હતી અને આજે ફરી તમામ ઓપીડી સેવાઓ રાબેતા મુજબ ચાલુ થતા દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *