શેરબજારમાં તેજી, ટ્રાન્સરેલ લાઇટિંગનું 37% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ, અન્ય આઇપીઓનું પણ ઊંચ્ચા મથાળે લિસ્ટિંગ
અમેરીકી ડોલર સામે રૂપીયામાં આજે 85.80નું નવું ટળીયું જોવા મળ્યું હતું, જે બે વર્ષમાં સૌથી ખરાબ મહીનો સુચવે છે. ચાલુ વર્ષના અત્યાર સુધીના ગાળામાં રૂપીયો 3 ટકા નબળો પડયો છે. આ ટ્રેન્ડ ચાલુ રહે તો સતત સાતમા વર્ષે રૂપીયામાં ઘસારો નોંધાશે.
બીજી તરફ ભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે શરૂઆતની તેજી ઓસરી હતી તેમજ છતા સેન્સેકસમાં કામકાજના આખરી કલાકમાં 300 પોઇન્ટ અને નીફટીમાં 90 પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો. આજે મમતા મશીનરીનો આઇપીઓ રોકાણ કારો માટે લોટરી સાબીત થયો છે. આજે લિસ્ટીંગનો ભાવ ગણતા 61 શેરના લોટ દીઠ રૂા.21800ની કમાણી રોકાણકારોને થઇ હતી. બીજી બાજુ ટ્રાન્સરેલ લાઇટીંગનું આઇપીઓ આજે 37 ટકા પ્રીમીયમ સાથે લિસ્ટ થયો હતો. ડેમ કેપીટલમાં પણ 47 ટકાના વધારા સાથે ખુલ્યો હતો. સનાથન ટેકસટાઇલ 23 ટકા અપે ખુલ્યો હતો. કોન્કોડ એન્વીરો 18 ટકાના પ્રિમીયમ સાથે ખુુલ્યો હતો.