રૂડાની આવાસ યોજના ધૂળધાણી: વધુ 84 આવાસ રદ

રૂડા દ્વારા મુંજકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર કરવામાં આવે છે. જેનો ડ્રો પણ ઘણા સમય પહેલાથઈ ગયેલ છે. પરંતુ આ આવાસ યોજનામાં ફાળવવામાં આવેલ…


રૂડા દ્વારા મુંજકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના તૈયાર કરવામાં આવે છે. જેનો ડ્રો પણ ઘણા સમય પહેલાથઈ ગયેલ છે. પરંતુ આ આવાસ યોજનામાં ફાળવવામાં આવેલ આવાસ લેવા માટે કોઈ તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. રોજે રોજ મોટી માત્રામાં અરજદારોના આવાસો રદ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે પણ દસ્તાવેજ બનાવવા માટે ન આવનાર 84 લાભાર્થીઓના આવાસ રદ કરવામાં આવ્યા હતાં.


રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-II પ્રકારના ટી.પી.17 એફ.પી.79, આદિત્ય-79 હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ફિલ્ડ માર્શલની વાડી પાસે, કાલાવડ રોડ,મુંજકા, રાજકોટ માં નીચે પ્રમાણે ની યાદી મુજબ આવાસો આવાસ ધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૂૂડાનાં આવાસ નો દસ્તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય. આ બાબતે લાભાર્થીશ્રીઓને રૂૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. સદરહુ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવે હતાં.


રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દસ્તાવેજ ન કરનાર એ-205, 301, 303, 402, 406, 503 તથા બી-307, 507, 906, 1005, 1205, 1206, 1307 તથા સી-807, 1104, 1106, 1107, 1108, 1302, 1306 તથા ઈ-302, 604, 1001, 1003, 1102, 1401, 102 તથા એફ-1207, 1404 તથા જી-107, 607, 1003, 1008, 1207 અને એચ-801, 907, 1103, 1108, 1208, 1303, 1304, એ-603, 1006, 1107, 1406, 106, 108, બી-203, 208, 1403, સી-102, 105, 107, 308, 502, 604, 805, 1403, 1405, ડી-203 સહિતના 6 એફ-105 સહિતના 8, જી અને એચમાં વધુ 10 સહિત 84 આવાસો રદ કરવાની કાર્યવાહી હાથ ધરી તમામ લાભાર્થીઓને નોટીસ ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *