આરટીઓની વધુ 28 વાહનચાલકોને 10 દિવસમાં ઇ-ચલણ ભરવા નોટિસ

સમયમર્યાદા ચૂકે તેના લાઇસન્સ સસ્પેન્ડ થશે રાજકોટ શહેર ખાતે વિવિધ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને સીસીટીવી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ મારફતે ઈ- ચલણ આપવામાં…

સમયમર્યાદા ચૂકે તેના લાઇસન્સ સસ્પેન્ડ થશે

રાજકોટ શહેર ખાતે વિવિધ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને સીસીટીવી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ મારફતે ઈ- ચલણ આપવામાં આવે છે. જેમાં વર્ષ 2022 અને 2023ના ઈ ચલણ પૈકી એન સી કેસ પોલીસ દ્વારા ટ્રાફિક કોર્ટમા દાખલ કરવામાં આવેલ હતા. અને કોર્ટ દ્વારા વાહન ડિટેઇન અને લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા જણાવેલ હતું.


જેથી સદર વાહનના વાહન માલિક અથવા તો અન્ય વ્યક્તિ / ડ્રાઈવર દ્વારા બેજવાબદાર અથવા તો ઈરાદા પૂર્વક વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ બદલ 4 કે તેથી વધારે ઈ ચલણ આપવામાં આવેલ હોય તેવા વાહન માલિક અથવા વાહન ચાલાક ના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્રેની રાજકોટ આર ટી ઓ દ્વારા કરવામાં આવેલ છે.


જેમાં કુલ 609 વાહનોની વિગત વાળું લિસ્ટ કચેરીને મળેલ છે જેમાં થી 50 વાહન માલિકોને લાઇસન્સ સસ્પેન્ડ માટેની નોટિસ આપી ને 10 દિવસમા રૂૂરુબરુ હાજર રહેવા જણાવેલ છે અને દિન 10મા હજર નહી રેહનારનું લાઇસન્સ એક તરફી નિર્યણ લઇ સસ્પેન્ડ કરી દેવામાં આવસે. હાલ 50 વાહના માલિકોને કુલ 272 ઈ ચલન ન ભરવા હેતુ થી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *