કોટડાસાંગાણીના અનિડા-વાછડા ગામે ખેડૂતના મકાનમાંથી રૂા.94 હજારની ચોરી

ખેડૂત પરિવાર મકાન બંધ કરી ખેતરે રાત્રી રોકાણ કરવા ગયો ત્યારે તસ્કરો લાભ ઉઠાવી ગયા કોટડાસાંગાણી તાલુકાના અનીડા-વાછરા ગામે ખેડૂત પરિવાર પોતાના ખેતરે રાત્રિ રોકાણ…

ખેડૂત પરિવાર મકાન બંધ કરી ખેતરે રાત્રી રોકાણ કરવા ગયો ત્યારે તસ્કરો લાભ ઉઠાવી ગયા

કોટડાસાંગાણી તાલુકાના અનીડા-વાછરા ગામે ખેડૂત પરિવાર પોતાના ખેતરે રાત્રિ રોકાણ માટે ગયો હોવાનો લાભ ઉઠાવી, બંધ મકાનનું તાળું તોડી કબાટમાંથી સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂૂપિયા 94,500 ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ જતા આ મામલે લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરિવાર ખેતરે હતો ને તસ્કરોએ હાથફેરો કરી ગયા હતા.

મળતી વિગત મુજબ, અનીડા-વાછરા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનોજભાઈ નારણભાઈ ગુજરાતી (ઉ.વ. 40) ગત તારીખ 16 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે તેમની પત્ની શોભનાબેન સાથે કાલભંડી ગામની સીમમાં આવેલી પોતાની ખેતીની જમીને ગયા હતા. રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવાનું હોવાથી તેઓ દંપતી ખેતરે જ રોકાયા હતા. આ દરમિયાન દરમિયાન તસ્કરે તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. સવારે જ્યારે મનોજભાઈના માતા જયાબેને ઘરનું તાળું તૂટેલું જોયું, ત્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી.

તસ્કરો ઘર માંથી સોનાની બુટ્ટી, લાકેટ અને ચાંદીની વસ્તુઓ તેમજ ચાંદીની ગાય, તુલસી ક્યારો, જાંજરી અને સિક્કા સહિત કુલ રૂૂ. 94,500 ની કિંમતના ઘરેણાં ચોરી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. ભોગ બનનારે જણાવ્યું કે સોનાના દાગીનાના બિલ ન હોવાથી અને પરિવાર પોતાની રીતે શોધખોળ કરતો હોવાને કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. અંતે ગઈકાલે લોધીકા પોલીસ મથકે ફરીયાદ કરતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. લોધીકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આઈ.એમ. સરવૈયાએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા ચોરની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *