મુંજકાના શ્રીસિટી એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર તહેવાર કરવા ગયા ને તસ્કરો હાથફેરો કરી ગયા
રાજકોટ શહેરમાં સાતમ આઠમના તહેવાર કરવા ગામડે ગયેલા પરિવારના ફ્લેટમાં થી ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.આમ મુજકા વિસ્તારમાં આવેલા શ્રી સીટી એપાર્ટમેન્ટ ના ત્રણ ફ્લેટમાંથી કુલ 7.77 લાખની ચોરી થયાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,મુંજકા ગામે આવેલા શ્રી સીટી એપાર્ટમેન્ટમાં એ વિંગ બ્લોક નંબર 901માં રહેતા નિલેશભાઇ વાસાભાઈ કારોતરા (ઉ.વ.44)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું છગનભાઇ પટેલ ના ડ્રાઇવર તરીકે નોકરી કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ.ગઇ તા.14/08ના રોજ બપોર પછી આશરે ત્રણેક વાગ્યે હું તથા મારી પત્નિ તથા દિકરો મારા સસરા ભીખાભાઈ રાણાભાઈ ગરચર જે મોરબી ખાતે રહેતા હોય તેમના ઘરે સાતમ આઠમ કરવા ગયા હતા અને તા.17/08 નારાત્રીના આઠેક વાગ્યા આસપાસ પરત આવેલ હતા અને થાકયા પાકયા સુઈ ગયેલ હતા અને બીજા દિવસે સવારે પત્નિ ઘરમા સાફ સફાઈ કરતી હોય તે દરમ્યાન અગિયારેક વાગ્યે કબાટમા જોયેલ તો તે કબાટની તીજોરીમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ જોવામાં આવી નહીં તેમજ ગેલેરીમા જોયેલ તો કબુતર જાળી તુટેલ હતી.જેથી અમારા ઘરમાથી દાગીના અને રોકડા રૂૂપીયા 70,000/- એમ કુલ કિં.રૂૂ. 5,81,000/- ની ચોરી થયેલ હતી.
તેમજ બાજુમાં બ્લોક નં.902માં કોઇ રહેતુ ન હોય તેમજ તેનો દરવાજો ખાલી બંધ કરેલ હોય જેથી કોઇએ તે મકાનમા પ્રવેશ કરી તેની ગેલેરીમાંથી અમારા મકાનની ગેલેરીમા આવી અમોએ ગેલેરીમા ફીટ કરેલ કબુતરની જાળી કોઇ સાધન વડી કાપી બેડરૂૂમમા રાખેલ કબાટની તીજોરીમાં રાખેલ ઉપરોકત માલમતાની ચોરી કરેલ છે.તેમજ અમારી વિંગમા આઠમા માળે બ્લોક નં.803 મા રહેતા નરેન્દ્રભાઈ હિંમતરાય અગ્રાવત નાઓએ અમોને વાત કરેલ કે અમે તા.12/08ના રાત્રીના સાડા નવ વાગ્યા આસપાસ મારી દિકરીના ઘરે માધાપર ગામ ગયેલ હતા અને તા. 13/08 ના સવારના દશેક વાગ્યે ઘરે આવેલ હતા અને અમેં અમારા કબાટમા જોતા અમારા કબાટમાં રાખેલ દાગીના ની ચોરી થયેલ છે.તેમના ફ્લેટમાંથી સોનાના પાટલા જોડી-1 પ્લાસ્ટીકમા મઢેલા દાગીના અને સોનાનો પારો રૂૂદ્રાક્ષ થી મઢેલ બાળકનો નંગ-1 સહિતના દાગીના મળી કુલ કિં.રૂૂ.86,300/-ની ચોરી થયેલ છે.
તેમજ બ્લોક નં.801 મા રહેતા મયુરભાઇ સુરેશભાઈ લાવડીયા કે જેઓ તા. 14/08 ના સવારના નવ વાગ્યા થી સાતમ આઠમ કરવા ગામડે ગયેલ હતા અને તેઓએ તેમના ઘરમા તપાસ કરતા તેમના ઘરમાંથી સોનાની વિંટી જેનો આશરે વજન 5-ગ્રામ હોય જે નંગ-1 જેની આશરે કિં.રૂૂ.25,000/-, સોના ની વિંટી જેનો આશરે વજન 5-ગ્રામ હોય જે નંગ-1 જેની આશરે કિં.રૂૂ.25,000/- (3) સોનાની બુટી જોડી-1 જેનો આશરે વજન 5-ગ્રામ જેની આશરે કિં.રૂૂ.25,000/- તેમજ રોકડ રૂૂપીયા 35,000/- એમ કુલ કિં.રૂૂ.1,10,000/-ની ચોરી થઈ છે.આમ ત્રણેય ફ્લેટમાંથી કુલ રૂૂ.7.77 લાખની ચોરી થઈ હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસના એએસઆઈ જયસિંહ ઝાલા અને સ્ટાફે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂૂ કરી છે.
