કેશિયરની ઓફિસમાં રાખેલ તીજોરી ત્રણ શખ્સો ઉઠાવી ગયા, ચોરીમાં જાણભેદુની શંકા
રાજકોટ નજીક કાંગશીયાળી સીમમાં નેશનલ હાઇવે રોડ પર આવેલ ઇન્ફીનીયમ ટોયોટા શો રૂૂમમાં રૂૂ.7.45 લાખ રોકડની ચોરનો બનાવ બન્યો છે જેમાં કોઈ જાણભેદુ હોવાની શંકા મેનેજરે વ્યક્ત કરી છે. શો રૂૂમમાં ઘુસેલા ત્રણ બુકાનીધારી શખ્સો શો રૂૂમમાં કેશિયરની ઓફીસ માંથી તિજોરી ઉઠાવી ગયા અને શો રૂૂમમાં જનરલ મેનેજરની ઓફીસમાં તિજોરી તોડી તેમાંથી રૂૂ.7.45 લાખની રોકડ ચોરી ગયા હતા આ મામલે શાપર વેરાવળ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
મળતી વિગતો મુબજ રાજકોટના આનંદનગર પાસે કોઠારીયા મેઇન રોડ ગુરૂૂજ ન સોસાયટી, શેરી નં. 05માં રહેતા છેલ્લા વીસેક વર્ષથી કાંગશીયાળી સીમમાં નેશનલ હાઇવે રોડ પર આવેલ ઇન્ફીનીયમ ટોયોટા શો રૂૂમમાં સ ર્વિસ મેનેજર તરીકે નોકરી કરતા કેતનભાઇ જીતુભાઇ અમીપરા (ઉ.વ. 43)આ મામલે શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું છે કે, શોરૂૂમના માલીક અજીતભાઇ મહેતા છે, શો રૂૂમમાં કુલ 107 કર્મચારીઓ કામ કરે છે. ગઈ તા.17/10/2025 ના રોજ સવારે સવા પોતે નોકરી પર જતા હતા ત્યારે શો રૂૂમના જનરલ મેનેજર હાર્દીકભાઇ દવેનો ફોન આ વેલ અને વાત કરેલ કે શો રૂૂમમાં ચોરી થયેલ છે અને રોકડા રૂૂપીયા રાખવાની તીજોરી તુટેલી છે અને તેમાથી રોકડા રૂૂપીયાની ચોરી થયેલ છે.
કેતનભાઈ શો રૂૂમે પહોચતા ત્યા કર્મચારી રવિભાઇ મારસોણીયા તથા વિનયભાઇ કાલરીયા તથા ચિરાગભાઇ પરમાર વિગેરે કર્મચારીઓ આવી ગયેલ હતી અને જોયેલ તો સી.આર.એમ ઓફીસનો દરવાજો તુટેલ હતો અને કેશીયર ઓફીસમાંથી રોકડા રૂૂપીયાની તીજોરી બહાર કાઢેલ અને તુટેલી હાલત માં જનરલ મેનેજરની ઓફીસમાં પડેલ હતી અને ત્યા કેશીયર હિતેનભાઈ હડીયલ પણ ત્યા આવી ગયેલ અને તેમને પુછતા જણાવેલ કે રાત્રે આ તીજોરીમાં રોકડ રૂૂ, 7.45 લાખ મુકેલ હતા જે રોકડ જોવામાં આવેલ નહી જેથી ચોરી થયેલ હોય જેથી શો રૂૂમના માલીકને આ બાબતે જાણ કરેલ અને શો રૂૂમના સી.સી.ટી.વી. જોતા રાત્રીના 2/10 થી 3/40 વાગ્યા દરમ્યાન કુલ 03 અજાણ્યા માણસો મોઢે બુકાની બાંધેલ હોય જે શો રૂૂમમાં અંદર પ્રવેશી ચોરી કરતા જોવામાં મળ્યા હતા. આ મામલે શાપર વેરાવળ પોલીસે રૂૂ.7,45,000 ની ચોરીમાં કોઈન જાણભેદુ હોવાની શંકાએ પી.આઈ આર.બી.રાણા અને તેમની ટીમે વધુ તપાસ શરૂૂ કરી છે.
