મોરબીના વેપારી સાથે ટ્રેડિંગના નામે રૂા. 50.14 લાખની છેતરપિંડી

મોરબી શહેરમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે મોટી છેતરપીંડી સામે આવી છે. જેમાં મોરબીમાં વેપારી સાથે અજાણ્યા ટેલીગ્રામ યુઝર્સ દ્વારા રૂૂ. 50,14,603/- ની છેતરપીંડી કરવામાં આવી હોવાની…

મોરબી શહેરમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે મોટી છેતરપીંડી સામે આવી છે. જેમાં મોરબીમાં વેપારી સાથે અજાણ્યા ટેલીગ્રામ યુઝર્સ દ્વારા રૂૂ. 50,14,603/- ની છેતરપીંડી કરવામાં આવી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શહેરમાં કામધેનુ પાર્ટી પ્લોટ ની સામે સીતારામ પેલેસ 102 માં રહેતા અને વેપાર કરતાં જતીનભાઈ ચતુરભાઈ કુંડારીયા (ઉ.વ.43) એ Kelly, Samir Gupta અને Customer Manager સહિત અન્ય અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને ટેલીગ્રામ ઉપર ઓન લાઇન ટ્રેડીંગ કરી પૈસા કમાવવા અંગે મેસેજ થી વાતચીત કરી લોભામણી લલચામણી સ્કીમો આપી વિશ્વાસ કેળવવા અમુક રકમનો લાભ કરાવી આરોપી વિશ્વાસમાં આવી જતા આરોપીઓએ તેના એજન્ટ તરીકેની આઇ.ડી.આપી તેમાં ફરીયાદી દ્વારા તા.08/08/2025 થી તા.07/11/2025 દરમ્યાન ઓન લાઇન શેર બજારમાં રોકાણ કરતા તેઓને રૂૂ.1,11,99, 751/- નો નફો થયાના જાણ કરી ફરીયાદીને મળેલ નફાના રૂૂપિયા વિથડ્રો કરવા અલગ અલગ ટેક્ષ, કમીશન તથા ડોકયુમેન્ટ ચાર્જ વિગેર બહાના તળે રૂૂા.50,14, 603/- અલગ અલગ યુ.પી.આઇ.આઇ.ડી. તથા બેન્ક એકાઉન્ટ માં રૂૂપીયાનું ટ્રાન્જેકશન કરાવી તે રકમ ઓળવી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *