રાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડી

રૈયા ચોકડી નજીક મે.મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ કં.ની ઓફિસ શરૂ કરી ફૂલેકું ફેરવી ગઠિયો ફરાર બ્લેકવોરા ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ફૂલેકા બાદ વધુ એક ચીટર ટોળકીએ…

રૈયા ચોકડી નજીક મે.મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ કં.ની ઓફિસ શરૂ કરી ફૂલેકું ફેરવી ગઠિયો ફરાર

બ્લેકવોરા ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ફૂલેકા બાદ વધુ એક ચીટર ટોળકીએ ખેલ પાડ્યો

શહેરના રૈયા રોડ પર આવેલી સોમનાથ સોસયટી શેરી નં. 1માં રનવે હાઈટ્સ બિલ્ડીંગમાં રહેતા નિરવ મહેશ મહેતા નામના એક ભેજાબાજ-ફુલેકાબાજે પોતાની ઈન્વેસ્ટમેન્ટ પેઢીમાં રોકાણ કરી 10 થી 15 ટકા વળતર આપવાની લાલચ આપીને સાત જેટલા રોકાણકારોને શીશામાં ઉતારી આશરે 31 લાખની છેતરપીંડી કરી ભુગર્ભમાં ઉતરી ગયો છે. આ મામલે ભોગ બનેલા લોકોએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. બ્લેકવોરા ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ફૂલેકા બાદ વધુ એક ચિટર ટોળકીએ ખેલ પાડ્યો.

રાજકોટના રહીશ રાકેશભાઈ ચાવડાએ ગાંધીગ્રામ પોલીશ સ્ટેશાનમાં આઈ.પી.સી.ની કલમ 406, 420 તથા જી.પી.આઈ.ડી. ની કલમ 3,4 થી સોમનાથ સોસાયટી, શેરી નંબર-1 , 150 ફુટ રીંગ રોડ, રોઝરી સ્કુલ ની બાજુમાં રહેતા અને નસ્ત્રરત્વે હાઈટસસ્ત્રસ્ત્ર બિલ્ડીગ, 150 ફુટ રીંગ, રોડ રાજકોટ ખાતે શેર બજારનું ટ્રેડિંગ કરતા નિરવભાઈ મહેશભાઈ મહેતાની સામે ગુનો નોંધાવીને જણાવેલ કે, ઓગષ્ટ 2023માં નિરવભાઈ મહેશભાઈ મહેતાની સાથે રાકેશભાઈને તેન મિત્ર મોહિતભાઈ વસાણી દ્વારા ઓળખાળ થઈ હતી ત્યાર બાદ મોહિતભાઈ વસાણી દ્વારા જણાવેલ કે, મારો મિત્ર નિરવ મેસર્સ મની પ્લાન્ટ ઈનવેસ્ટમેન્ટ નામથી પેઢી ચલાવે છે અને તેમની પાસે સારી એવી સ્કીમ છે. જે સ્કીમમાં રોકાણ કરવાથી દર કહીને 10% થી 15% જેવુ વળતર મળી રહે ત્યારબાદ ફરીયાદી રાકેશભાઈ તથા તેની પત્ની બન્ને એ કુલ 8,50,000/- રૂૂૂપિયા મેસર્સ મનીપ્લાન્ટ ઈનવેસ્ટમેન્ટમાં ચાલતી સ્કીમમાં રોકાણ કરેલ ત્યારે નિરવભાઈએ દર મહીને વળતર મળી રહેશે તેવુ વચન વિશ્વાસ અને ખાતરી આપેલી તે ઉપરાંત રાજકોટના કુલ અલગ-અલગ ફરીયાદી સહીત 7 વ્યક્તિઓએ પમેસર્સ મનીપ્લાન્ટ ઈનવેસ્ટમેન્ટમાં કુલ 2કમ રૂૂૂપિયા 31,00,000 રોકાણ કરેલુ અને ત્યારબાદ આરોપી નિરવ સ્કીમ મુજબ ની રકમ આપવા ગલા તલ્લા કરતો ત્યારે ફરીયાદી તથા અન્ય ભોગ બનનાર ફરિયાદી રૂૂૂપિયાની માંગણી કરતા ત્યારે આરોપી નિરવ જણાવતો કે હવે મારી પાસે રૂૂૂપિયા ની માંગીણી કરશો તો તમારા નામ લખીને દવા પી જાઈશ તેવી ધમકી મારતો અને ત્યારબાદ એક-બે માસ પછી નિરવ મહેતાએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી રાજકોટ છોડી ભાગી ગયો છે. ત્યારબાદ ફરીયાદી રાકેશભાઈ ચાવડા ધ્વારા આરોપી નિરવ મહેશભાઈ મહેતાની સામે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવેલ છે. જે ગુનાની તપાસ પી.એસ.આઈ એ.એસ. મકરાણી કરી રહયા છે.

ભોગ બનેલા લોકોને ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવા અપીલ
આ પ્રકરણના તપાસનીય અધિકારી પીએ.આઈ મકરાણી તથા તેની ટીમે આરોપી નિરવનું પગેરું દબાવવા જાળ બીછાવી છે. આરોપી નિરવ અમદાવાદ, મુંબઈ, સુરત સહિત અલગ અલગ સ્થળે નાસતો ફરે છે. આ કેસને મજબૂત બનાવવા નમેમર્સ મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટથ ના નામે માયાજાળ પાથરનાર ફુલેકાબાજ નિરવ મહેશભાઈ મહેતાની જાળમાં કોઈ ફસાયું હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *