જામનગર માં રણજીતસાગર રોડ પર આવેલા એક બાઈકના શોરૂૂમમાં બે દિવસ પહેલાં રાત્રી ના સમયે ત્રાટકયા હતા, અને શોરૂૂમ તથા સર્વિસ સ્ટેશન માંથી કુલ 2,37,440 ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. મોડી રાત્રે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી તેના ફૂટેજ મેળવીને પોલીસ દ્વારા તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા અવધ ઓટો મોબાઈલ શો રૂૂમ માં 14 મી તારીખે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને શોરૂૂમના પાછળના ભાગે આવેલું શટર ઉચકાવી પ્રવેશ મેળવી લીધો હતો, અને કાઉન્ટરમાં રાખેલી રૂૂપિયા 2,18,300ની રોકડ રકમ ની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ બાજુમાં જ આવેલા વર્કશોપમાંથી પણ રૂૂપિયા 19,140 મળીને કુલ 2,37,440 ની રોકડ રકમ ની ચોરી કરી લઈ ગયા હતા.જે ચોરીના બનાવ અંગે શોરૂૂમના મેનેજર દીપકભાઈ અનિલભાઈ લખીયરે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. એમ.કે. બ્લોચ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.શોરૂૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ની તપાસ કરતાં તેમાં રાત્રિના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં બે તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, આથી પોલીસે તે ફૂટેજ મેળવી લઈ ઉપરોક્ત વર્ણન ના આધારે તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.
