શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર
જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં રૂૂપિયા 43 કરોડ 04 લાખ ના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક તા. 17-02-2026 ના ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 9 સભ્યો ઉપરાંત ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ ઊપસ્થિત રહ્યા હતા.
જામનગર શહેર માં ભીમ વુડ સામે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા અંગે ની દરખાસ્ત નો તેમજ જામનગર શહેર માં પોલીસ હેડ.ક્વાટર પાછળ ફુટબોલ ગ્રાઉન્ડ બનાવવા ની દરખાસ્ત અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી ખોડીયાર કોલોની થઈ 80’ રોડ થઈ ઝઘડિયા કેનાલ સુધી નવી આર.સી.સી. બોક્ષ કેનાલ બનાવવાના કામ અંગે રૂૂા.23.78 કરોડ , જામનગર મહાનગર સેવા સદન-1 ના હયાત બિલ્ડીંગ ઉપર ત્રીજો માળ બનાવવાની કામગીરી અન્વયે લીફટ ફીટીંગ કરવાની કામગીરી અંગે ની દરખાસ્ત અન્વયે રૂૂા.8.67 લાખ , સોલાર ટ્રી-સોલાર ટ્રી (ગઝીબો) એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટને એકસ્ટેન્શન આપવા અંગે સ્ટે. ક. ઠરાવ નં. 839 તા. 11-12-2024 અન્વયે ની દરખાસ્ત મંજૂર કરી રૂૂ..46.46 લાખ નો ખર્ચ , વોર્ડ નં. 1 થી 19 ના નગરસીમ વિસ્તારોમાં ઊઊજક ની સ્ટ્રીટ લાઈટોનું મેઈન્ટેનન્સનું કામ આઉટસોર્સીંગથી કરવા અન્વયે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા.52.48 લાખ , ગુલાબનગર ઓવરબ્રિજ થી ધુંવાવ ગામ સુધી નવી સેન્ટ્રલ લાઈટીંગ અંગે રૂૂા.21.82 લાખ તથા ધુંવાવ ગામ ને બદલે ખીજડીયા સુધી મંજુર થયેલ ભાવે કામગીરી કરાવવા અંગે પ્રોરેટા અનુસારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
નવા વિસ્તારો નવા ડેવલપ થયેલ સોસાયટીઓ ખાતે આવેલ મુખ્ય / ડી.પી. રોડ, જેમ આર્શીવાદ દીપ થી રાજકોટ રોડ, 49 દિગ્વીજય પ્લોટ થી જ્ઞાનશક્તિ સર્કલ, રાજકોટ રોડ થી ધોરીવાવ સુધીના રોડ ખાતે સેન્ટ્રલ લાઈટીંગ અંગે રૂૂા.68.64 લાખ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માં બેડમિન્ટન કોચ ની કોન્ટ્રાકટ બેઈઝ થી નવી નિમણુંક આપવા અંગે ની દરખાસ્ત ની વિગતે નવી નિમણુંક આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું.
સમર્પણ ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા (બે વર્ષ માટે) ના કામ અંગે રૂૂા. 23.19 લાખ, રણજીતનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે રૂૂા. 3.97 લાખ , પ્રોવાઈડીંગ, સપ્લાઇંગ ઈંજઈં માર્કવાળી એલ્યુમીના ફેરીક-16 ટકા ગ્રેડ-4 મુજબ સ્લેબમાં સપ્લાય કરવાના કામે અંગે રૂૂા. 57.24 લાખ , શહેર ઝોન-2 માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના મજુરી કામે વધારાના કામ અંગે રૂૂા. 72.18 લાખ , સને 2026-27 માટે વોટર વર્કસ શાખા મારફત પી.એ.સી. 10 ટકા ખરીદી અંગે રૂૂા. 141.48 લાખ., સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ટવીન બીન્સ (નંગ-500) ખરીદવા અંગે 250 નંગ ખરીદી નું ખર્ચ રૂૂા. 26.90 લાખ , ઈન્દીરા માર્ગ મહાલક્ષ્મી બંગલો થી નાઘેડી બાયપાસ થઈ પ્રણામી ટાઉનશીપ-5 હોટલ કીચન એજ સુધીની બોકસ કેનાલ અને તેને સમાંતર સીવરેજ ડ્રેનેજ લાઈન બનાવવાના કામ માટે રૂૂા. 198.71 લાખ, વોર્ડ નં. 5, અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે આવેલ પ્લોટમાં ઓકસીજન પાર્ક બનાવવાના કામ માટે રૂૂ. 144.85 લાખ , વોર્ડ નં. 11 મહાપ્રભુજી બેઠક પાસે સુર્યમુખી હનુમાન મંદિર સામે થી ટી.પી. સ્કીમ નં. 2 માં 12 મી. ટી.પી. રોડ પર 66 કે.વી. સબ સ્ટેશન સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂૂા. 189.29 લાખ , વોર્ડ નં. 16, લાલપુર રોડ, ગ્રીન સીટી પુલીયાક્ષથી પટેલ પાર્ક અને રામવાડી વચ્ચેની કાંલીદી સ્કુલવાળા મેઈન રોડ સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂૂા. 188.67 લાખ, આમ આજ ની બેઠક માં સીસી રોડ અને.વધારા ના ખર્ચાઓ મળી કુલ રૂૂ. 43 કરોડ 04 લાખ ના ખર્ચાઓ ને બહાલી આપવામાં આવી હતી.
