કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની રજૂઆતને સફળતા: પ્રજાજનોની સુવિધા વધારવા બદલ મુખ્યમંત્રીનો માન્યો આભાર
રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઇમ્સ આવેલી છે. જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દર્દીઓની આવનજાવન થતી હોય છે. હાલ રાજકોટ શહેરની ફરતે નિર્માણ થઈ રહેલ રીંગ રોડ-2ના ફેઝ-5 માં અમદાવાદ હાઈવેથી મોરબી હાઈવેના આ એઈમ્સ ખાતેથી પસાર થાય છે. જેથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે.
વધુમાં રાજકોટ શહેર ઝડપથી વિકાસ થઈ રહેલું એક મોડેલ શહેર છે, જેથી રાજકોટના સર્વગ્રાહી વિકાસને અનુલક્ષી પ્રજાજનોને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ ખાતેના રીંગરોડ-2 ફેઝ-5 અમદાવાદ નેશનલ હાઈવે થી મોરબી સ્ટેટ હાઈવે સુધીના રસ્તાને 2 માર્ગીય થી 4 માર્ગીય બનાવવા રાજકોટ રૂૂડા દ્વારા સરકારમાં દરખાસ્ત મોકલેલ હતી તેમજ રાજકોટ 71- ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને લોકપ્રતિનિધીઓની રજૂઆતને ધ્યાને લઈ તા.24/06/2025ના રોજ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
મંત્રી ભાનુબેન બાબરીયાએ તેમના મતવિસ્તારના પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓની રજૂઆતને ધ્યાને લઈ પ્રજાજનોની સુરક્ષા અને સરળતા હેતુ માટે આ બાબત સત્વરે મુખ્યમંત્રીના ધ્યાને મુકવામાં આવી હતી.
શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂૂડા વિસ્તારમાં નિર્માણ થયેલ રીંગરોડ-2 ફેઝ-5 અમદાવાદ નેશનલ હાઈવે થી મોરબી સ્ટેટ હાઈવે સુધીના રસ્તાને 2 માર્ગીય થી 4 માર્ગીય બનાવવા માટે રૂૂ. 18696.01 લાખ મંજુર કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ 4 માર્ગીય થવાથી સૌરાષ્ટ્રના તમામ પ્રજાજનોને લાભ મળશે તેમજ પ્રજાજનોને આ મંજુરી મળતાં હર્ષની લાગણી અનુભવી હતી. ઉકત મંજુરી મળતાં મંત્રી ભાનુબેન બાબરીયા સર્વે પ્રજાજનો વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
