રાજ્ય સરકારનું મહત્યકાક્ષી બજેટ આજરોજ રજૂ કરવામાં આવ્યુ છે. અનેક નવી યોજનાઓની સાથોસાથ લોકો માટે પણ અનેક લાભ કારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી કાયદો અને વ્યવસ્થાને વધુ અસર કારક બનાવવા સલામતીના પગલા લઇ રાજ્ય સરકારના 6.40 લાખ જેટલા કર્મચારીઓને તબીબી સુરક્ષા કવચની સાથોસાથ ગુજરાત પોલીસ માટે પાંચ વર્ષમાં 20444 નવા આવાસો બનાવવા માટે રૂા.1574 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલા વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ-112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ આવરી લીધેલ છે. જેથી ઇમરજન્સી રિસ્પોન્સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું ત્રણ હજાર માનવબળ ઊભુ કરવાનું આયોજન છે.
PMJAY ના ધોરણે રાજ્ય સરકારના 6 લાખ 40 હજાર જેટલા કર્મયોગીઓ તેમજ પેન્શનરોને ₹10 લાખ સુધીની કેશલેશ તબીબી સારવારનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અર્નિંગ વેલ-લીવીંગ વેલ પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.
વડાપ્રધાનના દિશાદર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું ₹4 લાખ 8 હજાર 53 કરોડનું (₹4,08,053 કરોડ) વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.
