મહિલા અને બાળ વિકાસ માટે 7690 કરોડની જોગવાઇ, બે હજાર આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ થશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7690 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં “ગંગા સ્વરૂૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂૂપ થવા…

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7690 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં “ગંગા સ્વરૂૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય માટે ₹2848 કરોડ, “આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોના માનદવેતન માટે ₹1128 કરોડ, “પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા ₹972 કરોડ, “પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા ₹362 કરોડ, “બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે ₹360 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

” મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹284 કરોડ તથા “વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹245 કરોડ અને “દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા ₹205 કરોડ તથા “પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની દવા આપવા માટે ₹87 કરોડની જોગવાઇ અને “પોષણ સંગમ કાર્યક્રમ” માટે ₹16 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *