રાજકોટ ડિવિઝન સંબંધિત અનેક ટ્રેનોના રૂટો ભૂસ્ખલનના કારણે ડાયવર્ટ કરાયા

સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ઠાકુરવાડી અને મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે અનેક ટ્રેન સેવાઓના…

સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ઠાકુરવાડી અને મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે અનેક ટ્રેન સેવાઓના રૂૂટ ડાયવર્ટ (માર્ગ પરિવર્તિત) કરવામાં આવ્યા છે.

રાજકોટ ડિવિઝન સંબંધિત પ્રભાવિત ટ્રેનમાં ટ્રેન નંબર 22718 સિકંદરાબાદરાજકોટ એક્સપ્રેસ, જે 13 જુલાઈ 2026 ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દૌંડમનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ, જે 14 જુલાઈ 2026 ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દૌંડમનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ, જે 15 જુલાઈ 2026 ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દૌંડમનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 16614 કોયમ્બતૂર-રાજકોટ એક્સપ્રેસ, જે 10 જુલાઈ 2026 ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે દૌંડમનમાડ-જલગાંવ-પાલધી-સુરત રૂૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 13 જુલાઈ 2026 ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત-પાલધીમન-માડદૌંડસોલાપુર રૂૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 15 જુલાઈ 2026 ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત-પાલધીમન-માડદૌંડસોલાપુર રૂૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 16 જુલાઈ 2026 ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત-પાલધીમન-માડદૌંડસોલાપુર રૂૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 14 જુલાઈ 2026 ના રોજ પ્રસ્થાન કરનારી છે.

તે સુરત-પાલધીમન-માડદૌંડસોલાપુર રૂૂટ પરથી દોડશે. ટ્રેન નંબર 16613 રાજકોટ-કોયમ્બતૂર એક્સપ્રેસ, જે 12 જુલાઈ 2026 ના રોજ પ્રસ્થાન કરનારી છે, તે સુરત-પાલધીમન-માડદૌંડસોલાપુર રૂૂટ પરથી દોડશે. રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી શરૂૂ કરતા પહેલા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES), રેલવન (RailOne) એપ અથવા રેલવે હેલ્પલાઇન 139 દ્વારા તેમની ટ્રેનની લેટેસ્ટ સ્થિતિ ચોક્કસ જાણી લે. મુસાફરોને પડેલી અગવડતા બદલ ખેદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *