પોલીસ સ્ટેશને લઇ ગયા ત્યારે યુવતીએ રૂપિયા પરત આપી દેવાનુ કહેતા સમાધાન કરી લીધું હતું, પૈસા ન આપતા ફરિયાદ નોંધાઇ
શહેરના રૈયા ચોકડી, પાવનધામમ બી-504માં રહેતી મૂળ મહારાષ્ટ્રની વતની અને શિક્ષિકા પ્રતિજ્ઞા રાજેન્દ્ર ચૌહાણ (ઉ.વ.21) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ચોરીની ફરિયાદમાં આરોપી તરીકે તેની રૂૂમ પાર્ટનર પ્રિયાંકા નિનામાનું નામ આપ્યું હતું.પ્રતિજ્ઞાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું સમા હાઉસ, જંકશન પ્લોટ શેરી નં 7 રાજકોટ ખાતે પી.જી.મા રહેતી હતી તથા જર્મન ભાષાની શિક્ષીકા તરીકે સૌરાષ્ટ્ર ભરની સરકારી નર્સિંગ કોલેજમા કામ કરું છુ.ગઇ તા.04/07ના રોજ હું સવારના ચારેક વાગ્યે મારી નોકરીના કામ સબબ ભાવનગર નશિંગ કોલેજ ખાતે મારા લેક્ચર લેવા માટે ગયેલ હતી. અને હું મારા રુમ પરથી નિકળતી હતી ત્યારે મે મારા બેગમા મારા બધા કપડા ગોઠવેલ અને હું મારા વતનથી મારે લેપટોપ લેવાનું હતુ જે માટે રોકડા રુપીયા 30,000/-લાવી હતી.તે પણ ગણી ને બેગમા લોક મારીને મુકેલ હતા જેની એક ચાવી મારી પાસે હતી અને બીજી ચાવી મે રુમમા રાખેલ હતી.
ત્યારબાદ તા 05/07 ના રોજ બીજે દિવસે હું ભાવનગર થી પરત આવી અને હુ મારા રુમે બીજા માળની છોકરીઓ સાથે બેઠેલ હતી ત્યારે તેઓએ મને જણાવેલ કે તમારી સાથે રુમમા રહેતી પ્રિયંકાએ કિંજલનુ સફેદ કલરનુ એપ્રોન પહેરેલ હતુ ત્યારે આ પ્રિયંકા એવુ કહેતી હતી કે આ એપ્રોન પ્રતિજ્ઞાનુ છે તેમ વાત કરેલ પરંતુ મારી પાસે તો એપ્રોન જ ન હોય જેથી મે ઉપર જઈ મારુ બેગ ચેક કરેલ તો તેમાથી મારા રોકડા 30,000/-, તથા મારો મેકઅપનો સામાન અને કપડામાં મારી બે કુર્તી ન હતી જેથી મે મારા મકાન માલિક ને જાણ કરેલ અને પછી મે તથા મકાન માલીકે મારી સાથે રહેતી પ્રિયકાનું બેગ ચેક કરેલ તો તેમાથી મારી કુર્તી તથા મારો મેકઅપનો સામાન આ પ્રિયંકાના બેગમાથી નીકળેલ બાદ મે તથા મકાન માલિકે તેને પુછેલ કે તે મારા પૈસા લિધેલા છે? તો તેને ના કહેલ.
પછી મે 100 નંબરમા ફોન કરી પોલીસ બોલાવેલ અને અમો બંને પોલીસ સ્ટેશન આવેલ. અને ત્યારબાદ આ બાબતે અમારે સમાધાન થયેલ અને આ પ્રિયંકા નીનામા એ મને મારા લિધેલ પૈસા આપી દેશે તેવુ જણાવેલ તો મે તેને હા કહી અને અમો પ્ર.નગર પોલીસ સ્ટેશન થી નિકળી ગયા હતા.ત્યારબાદ અત્યાર સુધી અમને એમ લાગતુ હતુ કે આ પ્રિયંકા નીનામા મારા લિધેલા પૈસા આપી દેશે પરંતુ તેમણે પૈસા ન આપતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
