લૂંટ-ધાડના 19 કેસમાં સંડોવાયેલ રોબરી ગેંગનો નિર્દોષ છુટકારો

જામનગર જીલ્લામાં અનેક હાઈવે લુંટની ફરીયાદો આવતી હોય, તે દરમ્યાન જામનગર પંચકોશી પએથ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ કોમ્બીંગ નાઈટમાં ડયુટી ઉપર હતા ત્યારે સ્ટાફને બાતમી…

જામનગર જીલ્લામાં અનેક હાઈવે લુંટની ફરીયાદો આવતી હોય, તે દરમ્યાન જામનગર પંચકોશી પએથ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ કોમ્બીંગ નાઈટમાં ડયુટી ઉપર હતા ત્યારે સ્ટાફને બાતમી મળેલ કે, કોઈ ધાડ પાડું ગેંગ મો.સા.માં છરી હોકી ગુપ્તી મરચાની ભુંકી સાયકલના ચેઈન અને ધોકા સાથે રાખી અને ખીજડીયા બાપપાસ વાળા વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર ટુંકડીઓ ધાડ પાડવાની ફીરાકમાં છે, તેવી માહીતી પંચકોશી પએથ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોમ્બીંગ નાઈટમાં હતા ત્યારે ખીજડીયા બાયપાસ પાસે બાતમી મુજબ બે મો.સા.માં 5 ઈસમો નિકળતા હોય, આરોપીઓને રોકી કોર્ડન કરી અને તેમની તપાસણી કરતા આરોપી હંમત ગમારાના હાથમાં ધારદાર છરી મળી આવેલ ત્થા મનસુખ ભગવાનજીના કબજામાંથી ગુપ્તી મળી આવેલ, ત્યા પ્રકાશ વશરામભાઈ પાસેથી મરચાની ભુકીની કોથળી મળી આવેલ, નીપેશ ધીરૂૂભાઈની તપાસ કરતા તેમના પાસેથી સાયકલનો ચેઈન મળી આવેલ ત્યા ભરત અમૃતલાલ પાસેથી બેઈઝબોલનો ધોકો મળી આવેલ તપાસ દરમ્યાન એવી હકિકતો બહાર આવેલ કે, આ આરોપીઓ બહારના રાજયના વાહનો રોકી અને તેમના પાસેથી લુંટ અને ધાડ કરી અને પૈસા પડાવી લે છે અને તેઓની માહિતીની આધારે તપાસ કરતા આ ટુંકડી ધ્વારા જામનગર જીલ્લામાં લાખો રૂૂપિયાની આ રીતે લુંટ ચલાવેલ હોય અને અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તે અંગેના ગુન્હાઓ નોંધાયેલ હોવાની હકિકતો સામે આવેલ અને આરોપી સામે પંચકોશી પએથ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લુંટ ધાડની કોશીશનો ગુન્હો નોંધવામાં આવેલ, અને કેશ ચાલી ગયેલ તેમાં તમામ પંચો અને કેશમાં જામનગર પંચકોશી પએથ ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓની જુબાની લેવામાં આવેલ પંચ સીવાયના તમામ સરકારી સાહેદોએ ફરીયાદ મુજબની જુબાની આપેલ હોય અને રેઈડની હકિકતોને સમર્થન આપેલ, જે કેશ ચાલી ગયા બાદ સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે, આ આરોપી ગેંગ સામેનો કેશ પુરવાર કરવામાં સરકાર સફળ રહી છે અને આરોપી પાસેથી આ તમામ હથીયારો જે જીવલેણ ઈજાઓ પહોંચાડી શકાય અને તેના ઉપયોગ કરી અને રાહદારીઓ અને ખાસ કરીને જે આઉટ સ્ટેટના વાહનો હોય તેમને રોકી મરચાની ભુંકી ઉડાડી અને બંદક બનાવી અને લુંટ ચલાવે છે અને જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના અનડીટેકટેડ 19 જેટલા ધાડ અને લુંટના ગુન્હાઓ નોંધાયેલ છે, જેથી આરોપી સામે કેશ પુરવાર થઈ ગયેલ હોય, જેથી તેમને પુરેપુરી સજા ફરમાવવી જોઈએ જેથી કરી અને આ રીતે હાઈવે ઉપર આંતક ફેલાવવા વાળાઓ આવા ઈસમો સામે દાખલો બેસે, આરોપીઓ પાસેથી આ હથીયારો મળેલ હોય તે હકિક્તને સમર્થન આપેલ નથી અને બાકીના તમામ પોલીસ કર્મચારીઓ હોય, અને ફરીયાદી તેમના સ્ટાફના જ વ્યકિતઓ છે, જેથી કરી અને તેઓ તમામની જુબાનીઓ સરખી છે અને જયારે શંકા રહીત સાબીત ફરીયાદ કરવામાં આવેલ ન હોય, જેથી સજા કરી શકાય તેવું કોઈ જ મટીરીયલ નામ અદાલતમાં આવેલ નથી જેથી આરોપીઓને સંડોવી દઈ અને ખોટો કેશ કરેલ છે, તે હકિકત છે, તે ધ્યાને લઈ અને આરોપી મનસુખ ભગવાનજી, પ્રકાશ વશરામ, નીપેશ ધીરૂૂભાઈને આ ગુન્હાના કામે નિદોષ ઠરાવી અને છોડી મુકેલ, આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *