રજૂઆત અને બિસમાર રસ્તાથી ત્રાહિમામ પ્રજા માટે રાષ્ટ્રપતિ દેવદૂત બન્યાનો અહેસાસ: રસ્તાઓ ચકાચક
યાત્રાધામ દ્વારકામાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ આગામી તા.11 મી ઓકટોબરે દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દ્વારકાધીશ જગતમંદિરની મુલાકાત લેશે અને ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવશે. તેમના આગમનને લઈને દ્વારકા તંત્ર દ્વારા સઘન કામગીરી શરૂૂ કરી છે. દ્વારકા ના હાઇવે હાથી ગેટ થી હેલીપેડ સુધીનો રસ્તો વરસાદ પડ્યા બાદ છેલ્લા લાંબા દિવસોથી ઉબડ ખાબડ અને મસમોટા ખાડાઓ પડ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવતું ન હતુ. રાષ્ટ્રપતિ આવે છે તે હેલીપેડ થી હાથી ગેટ સુધી જગત મંદિરના જવાના રૂૂટ પરના રસ્તાઓના યુધ્ધના ધોરણે ડામર પાથરી તંત્ર દ્વારા બનાવામાં આવી રહ્યા છે.
દ્વારકા શહેરમાં 2000 જેટલા રખડતા આખલાઓ નો ત્રાસ હોય સ્થાનિક લોકોને યાત્રિકોને રોજ આખલાઓની લડાઈ જોઈ મુશ્કેલી પડતી હોય તંત્રએ કોઇ પગલાં લીધેલ ન હતા. રાષ્ટ્રપતિ આવે છે એટલે શહેરમાં રખડતા આખલાઓ ને પાલિકા તંત્ર વાડાઓમાં પૂરવાનું શરૂૂ કરી દીધું છે. તેમજ રાષ્ટ્રપતિ ના રૂૂટમાં દુકાનો આગળ શેડ બનાવવામાં આવેલ તે દબાણ દૂર કરવાનું માલિકોને સુચના આપી હતી. અને લોકોએ જાતે શેડ કાઠી દબાણો દૂર કર્યા છે. તંત્ર દ્વારા રાષ્ટ્રપતિ ના આગમન પહેલા રૂૂટ પર સફાઈ અભિયાન પણ શરૂૂ કરી દીધું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ પધારનાર હોય અને જગતમંદિરે દર્શને પણ જવાના હોવાથી દ્વારકા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુખ્ય હાઇવે ઉપર રસ્તાઓ બનવાથી સ્થાનીય રાહદારીઓ તથા યાત્રીક વાહનોને પણ ખાડા માર્ગોમાંથી રાહત મળશે. તો બીજી તરફ પોલીસ તંત્રએ પણ ચેકીંગની કામગીરી વધારી દીધી છે. અને રીયલસર પણ દ્વારકામાં ચાલુ કરી દીધું છે.દ્વારકા આવતા રાષ્ટ્રપતિ ના રૂૂટમાં આવતો રસ્તો ડામર પાથરી યુદ્ધના ધોરણ બનાવવામાં આવે છે.
પરંતુ દ્વારકાથી નાગેશ્વર જવાનો 16 કી.મી નો રસ્તો છેલ્લા બે વર્ષ ઉપરાંત અતિ બિસ્માર હાલત હોય તંત્રને કેમ ધ્યાન નથી આવતું. જોકે લોકો કહી રહ્યા છે રાષ્ટ્રપતિ નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા જાય તો રસ્તો રાતો રાત બની જશે. અને લોક ઉપયોગી થશે. હાલતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય આજુબાજુ વાળા ગામડાઓ તેમજ વાહનો લઈ જતા યાત્રિકોને ભારે ખરાબ રસ્તા ના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
