ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામના કારણે રસ્તા જોખમી

રાજ્ય સરકારની શહેરી અને ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલાં ઉનાળુ સત્ર દરમિયાન ભૂગર્ભ ગટરનું આખાય ઉપલેટામાં કામ હાથ ધરવામાં આવેલ હતું…

રાજ્ય સરકારની શહેરી અને ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલાં ઉનાળુ સત્ર દરમિયાન ભૂગર્ભ ગટરનું આખાય ઉપલેટામાં કામ હાથ ધરવામાં આવેલ હતું જેમના લીધે શહેરના તમામ રસ્તાઓ ઉપર ભૂગર્ભ ગટરનું કામ કરવાનું હોવાથી ખોદકામ કરી અન્ડરવોટર ડ્રેનેજ પાઈપ લાઈન ફીટીંગ કર્યા બાદ તરત જ ચોમાસુ સત્ર શરૂૂ થઈ જતા ઉપરથી વરસાદ પડેલ છે આમના કારણે જે ખોદકામ કરેલ હતું તેમના ઉપર પાણી પડવાથી જમીનનું ધોવાણ થઈ અને જમીન પોચી પડેલ છે તેથી અવારનવાર વાહનો ફસાઈ જવા અને રોડ રસ્તા ઉપર મોટા ગાબડા અને ભુવાઓ પડવા એ સામાન્ય બાબત છે પણ હાલના સંજોગોમાં ચોમાસુ સત્ર દરમિયાન રોડ રસ્તાઓની કામગીરી થઈ શકે તેમ ન હોવાથી આ કામ અત્યારે અટકાવી દેવામાં આવેલ છે.

તેમજ નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટરો રોડ રસ્તા પર ચાલતા રાહદારીઓ પરેશાન ન થાય તે માટે થી ગઈકાલે રાત્રેથી મેટલ મોરમ જરૂૂરિયાત મંદ જગ્યા પર પાથરવામાં આવી અને જે જગ્યા ઉપર ભુવા પડેલ છે તેમનું સમારકામ હાથ ધરેલ છે તેથી ઉપલેટા શહેરમાં પ્રવેશ કરતા બહારના રાહદારીઓ તેમજ શહેરમાં વસવાટ કરતા લોકોને ચોમાસુ સત્રમાં રોડ રસ્તાનું સમારકામ થાય તેવું શક્ય ન હોવાથી સાવચેતી અને સલામતી પૂર્વક રોડ રસ્તાઓ પર ચાલવા માટે તંત્ર દ્વારા જાહેર નિવેદન કરી જાણ કરવામાં આવેલ છે વધુમાં રોડ રસ્તાઓના પ્રશ્ન ઉપલેટા શહેરમાં ચાલુ વરસાદ દરમિયાન કોઈપણ કામગીરી થઈ શકે તેમ ન હોય તેથી ઉપર મેટલ કે મોરમ પાથરી કામ ચલાવ કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ અંગેની જાણ લેવી.

લાઠ ભીમોરા નજીક ડાયવર્ઝન ધોવાયું

ઉપલેટામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે ચાર ઇંચ વરસાદ પડેલો હતો જ્યારે આજે પણ ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ પડેલો છે આમ બે દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ પડતા આખા ઉપલેટા શહેરમાં પાણી પાણી થઈ ગયેલ છે તેમાં પણ ભૂગર વગરની કામગીરી હાલમાં ચાલુ હોય અને ગલીએ ગલીએ ગટરના ખોદાણમાં માટી બેસી જતા ઠેર ઠેર લોકોના વાહનો ખૂંપી ગયાના બનાવો સોશિયલ મીડિયામાં સતત વાઇરલ થઈ રહ્યા છે ત્યારે ઉપલેટા થી બાટવા માણાવદર ને જોડતો રોડ જે છે તે મજેઠી પાસે પુલ તૂટી જતા મજેઠી લાઠ ભીમોરા વગેરે ઉપલેટા તાલુકાના ગામડા હોવા છતાં ઉપલેટા તાલુકાથી તેમનો સંપર્ક કપાઈ ગયેલો છે તાલુકામાં સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડતા નદી નાડામાં પુર આવતા પુલનું કામ ચાલુ હતું તેની માટી ધોવાણ થઈ જતા પુલ તૂટી ગયેલો હતો જેમને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ઉપલેટા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતાં બે ડેમો મોજ અને વેણુ બે ડેમમાં ગઈકાલે વિસ્તારમાં ઉપરવાસના વિસ્તારો પાનેલી સાતવડી જામજોધપુર તાલુકાના ગામડામાં સારો વરસાદ પડતા પહેલા જ વરસાદ આ ડેમ છલકાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *