સાંઢિયા પુલનો માર્ગ મોકળો, રેલવેની લીલીઝંડી

ગડર ચઢાવવાની મંજૂરી મળતા હવે બે કલાકના બે બ્લોક લઇ કામગીરી હાથ ધરાશે, માર્ચ પહેલા લોકાર્પણની આશા મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ અને શહેરીજનો માટે ખાસ ગણાતા…

ગડર ચઢાવવાની મંજૂરી મળતા હવે બે કલાકના બે બ્લોક લઇ કામગીરી હાથ ધરાશે, માર્ચ પહેલા લોકાર્પણની આશા

મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ અને શહેરીજનો માટે ખાસ ગણાતા નવા સાંઢીયા પુલનો માર્ગ હવે મોકળો થઇ ગયો છે. સુત્રોના જણાવ્યા મુજબ ફોરલેન્ડ પુલનુ બંન્ને સાઇડનું કામ પૂર્ણ થઇ ગયા બાદ રેલવે ટ્રેક ઉપર ગડર ચઢાવવાનું કામ બાકી હતું અને તેના માટે રેલવે વિભાગ પાસે બ્લોકની મંજૂરી લેવામાં આવેલ જેને તા.26ના રોજ મંજૂરી મળી જતા હવે બે દિવસ બેબ્બે કલાકના બ્લોક લઇ ગડર ચઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.જેના લીધે 28 ફેબ્રુઆરી સુધીમાં નવા સાંઢીયા પુલનુ લોકાર્પણ થઇ જવાની શકયાતા જોવાઇ રહી છે.
જામનગર-રાજકોટ હાઇવે ઉપર રાજકોટ શહેરને જોડતા જૂના સાંઢીયા પુલના સ્થાને નવો ફોરલેન્ડ પુલ બનાવવાની શરૂ આત કરવામાં આવેલ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ ડિઝાઇન તેમજ અન્ય મુદ્દે રેલવે વિભાગ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ પુલનુ કામ શરૂ કરવામાં આવ્યુ હતું. રેલવે ટ્રેક સિવાયના બંન્ને સાઇડના પીલર સહિતનુ કામ થોડા સમય પહેલા પુર્ણ થઇ ગયેલ છે.

પરંતુ રેલવે ટ્રેક ઉપર ગડર ચઢાવવાના કામ માટે રેલવેનો ટ્રેનનો સમય નિયત કરવો પડે અથવા જે સમયે ટ્રેન પસાર થતી ન હોય તે સમય દરમિયાન ગડરનું કામ થઇ શકે તેમ હોય આ કામ માટે રેલવે વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવેલ રેલવે ટ્રેક ઉપર ગડરની કામગીરી દરમિયાન જે સમય ફાળવવામાં આવતો હોય છે તેને બ્લોક કહેવામાં આવે છે. મનપાના ઇજનેરોના જણાવ્યા મુજબ ગડર ચઢાવવામા માટે ચાર કલાક બ્લોક લેવો પડે તેમ છે. પરંતુ રેલવે વિભાગે સતત ચાર કલાક બ્લોક અશકય છે તેવુ જણાવતા મનપાએ બબ્બે કલાકના બે બ્લોકની માંગણી કરી છે. જેમાં પ્રથમ દિવસે બે કલાકના બ્લોક દરમિયાન અને બીજા દિવસે બે કાલકના સમય દરમિયાન ગડર ચઢાવવાની કાર્યવાહી હાથ ધરાશે. જેના માટે એક બે દિવસમાં રેલવે વિભાગ દ્વારા બ્લોકનો સમય ફાળવવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

જામનગર રોડ ઉપર જર્જરીત સાંઢીયા પુલને તોડી પાડવા માટે પણ રેલવે વિભાગ શરતોને આધીન મંજૂરી આપી હતી. જેના લીધે મનપાએ ડાયમંડ કટીગ પધ્ધતીથી એક પણ કાંકરી રેલવે ટ્રેક ઉપર ન પડે તે રીતે પુલ તોડી પાડવામાં આવેલ જેમાં વધુ સમગ બરબાદ થયેલ ત્યાર બાદ બ્રિજની ડિઝાઇનમાં પણ અનેક વખત રેલવે વિભાગ દ્વારા ફેરફારો અને સુચનો કરાયેલ અંતે ફાયનલ ડિઝાઇનને મંજૂરી મળ્યા બાદ પુલનું કામ શરૂ કરવામાં આવ્યુ હતું. પરંતુ ફરી એક વખત બ્લોક મુદ્દે કોકડું ગુંચવાતા છેલ્લા થોડા દિવસથી કામ બંધ થયેલ અને હવે રેલવે વિભાગે મંજૂરી આપતા એક સપ્તાહમાં બ્લોકનો સમય અને ગડર ચઢાવવાનું કામ શરૂ થઇ જશે તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યકત કરવામાં આવી છે.

પીડીએમ ફાટકે રેલવે બ્રિજની તૈયારીઓ શરૂ
શહેરી વિસ્તારમાં ફાટક મુકત કરવાનું અભિયાન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે. જેના લીધે શહેરમાંથી પ્રસાર થતા રેલવે ટ્રેક ઉપર ફાટકના સ્થાને અંડર બ્રિજ અને ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે અને સાંઢીયા પુલના ગડર ચઢાવવાની કાર્યવાહીને મંજૂરી મળી ગઇ છે. ત્યારે આગામી દિવસોમાં અગાઉ જાહેરાત થયા મુજબનો ઝેડ આકારનો બ્રિજ પીડીએમ ફાટકે બનાવવા માટેની તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *