રાજકોટ શહેરમાં રોડ-રસ્તાની સમસ્યાઓ દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડ બનાવવા તેમજ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા માટે તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં અંદાજે રૂૂ.170 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી. દિવાળી બાદ આ તમામ વિકાસકાર્યો શરૂૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે શહેરના વિવિધ વોર્ડમાં રોડ-રસ્તાની કામગીરી શરૂૂ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંબંધિત અધિકારીઓને દિવાળી બાદ તાત્કાલિક રોડ-રસ્તાની કામગીરી શરૂૂ કરવા અગાઉથી જ સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને જે વિસ્તારોમાં હજુ સુધી પાકા રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી અથવા તો રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે તેવા વિસ્તારોને પ્રાથમિકતા આપીને કામગીરી હાથ ધરવા જણાવાયું હતું.આ અંગે મેયરે જણાવ્યું હતું કે, શહેરના તમામ કોર્પોરેટરોને પોતાના વિસ્તારના રોડ-રસ્તા અંગે જરૂૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. જે વિસ્તારોમાં રોડ બનાવવાના બાકી છે અથવા જ્યાં રસ્તાઓની સમસ્યા છે તેવા વિસ્તારોની વિગતો મેળવીને અધિકારીઓ સાથે સંકલન સાધવા જણાવાયું છે. દરેક વોર્ડમાં વિકાસકાર્યો ઝડપથી શરૂૂ થાય તે માટે કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે સંકલન જાળવવા પણ સૂચના આપવામાં આવી છે.
મેયરે વધુમાં જણાવ્યું હતું કે, આજથી શહેરના મોટાભાગના વોર્ડમાં રોડ-રસ્તાની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. જોકે, હજુ પણ કેટલાક વોર્ડમાં કામગીરી શરૂૂ થવાની બાકી હોય તો તેવા વિસ્તારોમાં પણ આ અઠવાડિયાના અંત સુધીમાં કામ શરૂૂ કરી દેવામાં આવે તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂૂ.170 કરોડના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસકાર્યોમાં શહેરના વિવિધ વિસ્તારોના રોડ-રસ્તાઓને આવરી લેવામાં આવશે. લાંબા સમયથી રસ્તાની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિક રહીશોને આ કામગીરીથી રાહત મળવાની સંભાવના છે.
ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ખાડા પડવા, રસ્તાઓ બિસ્માર બનવા અને અવરજવરમાં મુશ્કેલી પડવા જેવી સમસ્યાઓનો સામનો કરતા નાગરિકો હવે નવા રસ્તાઓની કામગીરી શરૂૂ થવાની રાહ જોઈ રહ્યા છે. અધિકારીઓને આપવામાં આવેલી સૂચના બાદ હવે મહાનગરપાલિકાના તંત્રની જવાબદારી વધી છે. ફાળવવામાં આવેલા બજેટનો યોગ્ય ઉપયોગ થાય અને મંજૂર થયેલા કામો સમયસર પૂર્ણ થાય તે જરૂૂરી છે. આ માટે વોર્ડ કક્ષાએ અધિકારીઓ દ્વારા કામગીરીનું સંકલન અને દેખરેખ રાખવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલમાં શહેરના મોટાભાગના વોર્ડમાં કામગીરી શરૂૂ થઈ ગઈ હોવાનો મેયરે દાવો કર્યો છે, જ્યારે બાકીના વોર્ડમાં પણ અઠવાડિયાના અંત સુધીમાં કામગીરી શરૂૂ કરવાની સૂચના આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદામાં તમામ વિસ્તારોમાં રોડ-રસ્તાના કામો કેટલી ઝડપથી શરૂૂ થાય છે અને નાગરિકોને ક્યારે રાહત મળે છે.
