RMCનો શરદોત્સવ : કંકણ ગ્રુપ, અમરેલીની તેમજ રાજકોટ કારડિયા સમાજ રાસમંડળ રમઝટ બોલાવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ નવરાત્રી પર્વને અનુલક્ષીને શરદ પુર્ણિમા પર્વ તા. 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ નવરાત્રી પર્વને અનુલક્ષીને શરદ પુર્ણિમા પર્વ તા. 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા સુપ્રસિધ્ધ કંકણ ગ્રુપ, અમરેલીના જેસીંગપરા રાસ મંડળ અને કારડિયા સમાજ રાસ મંડળ પરંપરાગત રાસ ગરબાની રમઝટ બોલાવશે. 4000થી વધુ પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા તેમજ આ દિવસે આવનાર તમામ શહેરીજનો માટે દૂધ પૈવાની પ્રસાદીનું આયોજન કરાયુ છે.

મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ મેદાનમાં કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે તા.25 ઓક્ટોબર (શરદ પુર્ણિમા) રવિવારે રાત્રે રાજકોટની સુપ્રસિદ્ધ ગરબા સંસ્થા કંકણ પ્રસ્તુત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. કાર્યક્રમને અનુલક્ષીને કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન રિઝર્વ રાખવા આદેશ કરી દેવાયો છે. આ કાર્યક્રમના ભાગ લેનાર કંકણ સંસ્થાના 100 કલાકારોને રૂૂ.1,51,00, જેસીંગપરા રાસ મંડળ અમરેલીના 25 કલાકારોને રૂૂ.60,000 તથા રાજકોટ કારડીયા રાજપૂત- સમાજ રાસ મંડળના 25 કલાકારોને રૂૂ.25,000/-રોકડ પુરસ્કાર, શિલ્ડ, સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. લોકો ગરબા મહોત્સવને મનભરીને માણી શકે તે માટે બેઠક વ્યવસ્થા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં અંદાજે 4000-વ્યક્તિઓ ઉમટી પડે તેવી સંભાવના છે. આ તમામ માટે દુધ પૌઆનો પ્રસાદ આપવામાં આવશે. બહારગામથી આવતી ટીમના 25-વ્યક્તિ માટેની ભોજન વ્યવસ્થા પાણી, ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવશેે. આ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ વ્યક્તિઓને દુધ પૌઆનો પ્રસાદ અપાશે. આ માટે શોર્ટ ટર્મ/સરક્યુલર ટેન્ડર કરવાનું તથા લાઇટ, સાઉન્ડ, મંડપ, બેનર્સ, ફોટોગ્રાફી, આમંત્રણ પત્રિકાઓ વગેરે માટે આર.સી.(રેઈટ કોન્ટ્રાક્ટ) મુજબનો ખર્ચ કરવા આદેશ આપી દેવાયા છે. દૂધ પૌઆ જેવી આઇટમ માટે મહાનગરપાલિકામાં આર.સી. અમલી નથી આથી, તેના માટે શોર્ટ ટર્મ સરક્યુલર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ભાવ મંગાવવામાં આવશે.

તે મુજબ ખર્ચ કરવા તથા હાલમાં રાજકોટ મહાનગરપાલિકા એલ.ઇ.ડી.સ્ક્રીન (ચો.ફૂટ) માટેના અમલી આર.સી.ના ભાવ વધુ હોઇ, એલ.ઇ.ડી.સ્ક્રીન (ચો.ફૂટ)ના કામે શોર્ટ ટર્મ/સરક્યુલર ટેન્ડર પ્રક્રિયા અન્વયે ભાવ મંગાવવામાં આવશે. બે ભાવમાંથી જે ભાવ લોએસ્ટ હોય તે ભાવથી એલ.ઈ.ડી. સ્ક્રીન (ચો.ફૂટ)ની કામગીરી સુપરત કરવા તેમજ આનુષાંગિક કામો માટે થનાર તમામ જરૂૂરી ખર્ચ મંજુર કરવા કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા તરફથી ડો.પ્રદિપ ડવના ટેકાથી દરખાસ્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *