ગણિત-વિજ્ઞાનના પરિણામો ઉત્તરોત્તર નબળા આવતા પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરવા પડ્યા, એક માત્ર સરોજીની નાયડુ ક્ધયા શાળાની વિદ્યાર્થિનીઓ અભ્યાસમાં સૌથી આગળ
આજે વિશ્ર્વ આખું ટેકનોલોજી તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) તરફ આગેકુચ કરી રહ્યું છે. ત્યારે રાજકોટના શિક્ષણપ્રેમીઓ માટે આઘાતજનક વાત એ છે કે મહાનગરપાલિકા સંચાલિત છ માધ્યમિક શાળામાં ધો. 10માં અભ્યાસ કરતાં 450 જેટલાં વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા સાયન્સના વિષયમાં અત્યંત નબળા છે. આ છ શાળાઓમાંથી માત્ર સરોજીની નાયડુ ક્ધયા શાળા અને પીએન્ડ ટીવી શેઠ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓનું ગણિત અને વિજ્ઞાનનું જ્ઞાન મહદઅંશે સારૂૂં છે. એ સિવાયની મનપાની અન્ય શાળાઆમાં પરિણામ શરમજનક કહી શકાય તેવું નબળું છે. ગણિત અને સાયન્સના વિષયનું પરિણામ સુધારવા માટે મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા પહેલીજવાર માર્ગદર્શન સેમિનાર યોજીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પરીક્ષા સંબંધી આઇએમપી આપવા પડ્યા હતા !
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ છ જેટલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આવેલી છે. આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને મફતમાં અને સારૂૂં શિક્ષણ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા શરૂૂ કરાયેલી આ શાળાઓમાં મોટભાગે પછાત વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોય છે. પરિવારનું ગુજરાન ચલાવવા આવા પરિવારના માતા પિતા બન્ને નોકરીએ કે મજૂરીએ જતાં હોવાથી તેઓ પોતાના બાળકોના અભ્યાસ ઉપર ધ્યાન આપી શકતાં નથી.
આ કારણે બાળકોને શાળા સિવાયના સમયમાં મોજમસ્તી અને હરવા ફરવા માટે મોકળું મેદાન મળી જતું હોય છે. આ અને આવા અનેક કારણોસર વિદ્યાર્થીઓ ઓવરઓલ પરિણામ પણ નબળું રહેતું હોય મહાનગરપાલિકાની માધ્યમિક શાળાના શૈક્ષણિક સ્તર સામે પણ વાલીઓમાં અનેક સવાલો ઉભા થાય છે. માધ્યમિક શાળાના પરિણામો અને ખાસ કરીને હવે એ.આઇ. ટેકનોલોજીનો જમાનો આવ્યો છે ત્યારે મહાનગરપાલિકા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓમાં પણ ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં રૂૂચી જાગે તે માટે મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા વિષય નિષ્ણાંતનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
જો કે મહાનગરપાલિકાએ પહેલી જ વખત આવો માર્ગદર્શન સેમીનાર યોજ્યો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026માં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાના પરિણામોમાં મહાનગરપાલિકા સંચાલિત છ માધ્યમિક શાળા શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ, વીર સાવરકર વિદ્યાલય, પીે એન્ડ ટીવી શેઠ હાઇસ્કૂલ, એકનાથ રાનડે વિદ્યાલય, મુરલીધર હાઇસ્કૂલ અને મહારાણી લક્ષ્મીબાઇ ક્ધયા વિદ્યાલયના પરિણામોના અભ્યાસ બાદ આ છ શાળાઓમાંથી માત્ર શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્ક્ૂલ અને પી એન્ડ ટીવી શેઠ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓનું ગણિત અને વિજ્ઞાન વિષયનું પરિણામ સંતોષકારક જણાતા મહાનગરપાલિકા દ્વારા આ માર્ગદર્શક સેમિનાર યોજવો પડ્યો હતો.
શેઠ હાઇસ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે બે કલાક વહેલા બોલાવાય છે
પી એેન્ડ ટીવી શેઠ હાઇસ્કૂલમાં પછાત વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓની શિક્ષણમાં રૂૂચી વધે અને ગણિત વિજ્ઞાનમાં વધુ માર્કસ મેળવે તે માટે શાળાનો સમય બપોરનો હોવાછતાં પ્રેક્ટિસ માટે બે કલાક વહેલા એટલે કે સવારે 10 વાગે બોલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઘેરથી ટિફિન લઇને આવે છે અને તેઓને બપોરે ભોજન માટે સમય આપવામાં આવે છે. નબળા અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને મોંઘી ફી વાળા ટ્યુશન ક્લાસ પોસાઇ શકે તેમ નહોય અને કોઇપણ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો ન રહે તે માટે શિક્ષકો પણ વહેલા ફરજ પર આવીને યોગદાન આપે છે. આ કારણે શાળાનું પરિણામ સતત વધી રહ્યું છે.
