ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત, લક્કી ડ્રો મારફત પસંદગી પામેલ પાંચ લોકોને સાઈકલની ભેટ અપાશે
રાજ્ય સરકાર દ્વારા વર્ષ:2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક કારોગરોને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપી ’લોકલ ફોર વોકલ’ની વિભાવનાને પ્રાધાન્ય આપી, ’મેક ઇન ઇન્ડિયા’ તેમજ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ જેવી પહેલને આગળ વધારી ‘આત્મનિર્ભર ભારત થકી વર્ષ:2047માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા શહેરીજનોમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ની ભાવનાને પ્રોત્સાહિત કરી, દેશદાઝને પ્રગટ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.25/12/2025ને ગુરુવારના રોજ સવારે 06:30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી સાઈક્લોથોન અને તા.28/12/2025ને રવિવાર રોજ સવારે 06:30 કલાકે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્વદેશી રનનું આયોજન કરવામાં આવેલ છે.
સ્વદેશી સાઈક્લોથોન અને સ્વદેશી રનના આયોજનના ભાગરૂૂપે આજે તા.19-12-2025ના રોજ સવારે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, સહાયક મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઘોણીયા, કાશ્મીરા વાઢેર, મેનેજેર કૌશિક ઉનાવા સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ બહુમાળી ભવન ચોક ખાતે સ્થળ મુલાકાત કરી હતી. સ્થળ મુલાકાત દરમ્યાન રૂૂટ, સ્ટેજ, પાર્કિંગ, સાઉન્ડ, એનર્જી ડ્રીંક જેવી બાબતોની વ્યવસ્થા અંગે સ્થળ મુલાકાત કરી હતી.
સ્વદેશી સાઈક્લોથોન અને સ્વદેશી રન રાજકોટ શહેરના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયત્ન છે.
ઉપરોક્ત આ બન્ને કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક શહેરીજનોના ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેનું ફોર્મની વિગતો સાથે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ :www.rmc.gov.in સ્વદેશી સાયક્લોથોનમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરેલ અને ભાગ લેનાર 05(પાંચ) વ્યક્તિઓને ‘લક્કી ડ્રો’ મારફત પસંદગી પામેલને ઇનામ તરીકે સાયકલ ભેટ આપવામાં આવશે. તેમજ સ્વદેશી રનમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરેલ અને ભાગ લેનાર 05(પાંચ) વ્યક્તિઓને ‘લક્કી ડ્રો’ મારફત પસંદગી પામેલને ઇનામ તરીકે આકર્ષક ભેટ આપવામાં આવશે.
સ્વદેશી રનની વિગતો તથા નિયમો
(1) તારીખ: 28-મી ડિસેમ્બર, 2025, રવિવાર
(2) સમય:- સવારે 06:30 કલાકે
(3) સ્થળ:- સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ, રાજકોટ
(4) રૂૂટ:- સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ – જીલ્લા પંચાયત ચોક ડો. યાજ્ઞીક રોડ ડી.એચ. કોલેજ મ્યુનિસિપલ કમિશનર બંગ્લો રોડ ગાર્ડન રોડ વિરાણી હાઇસ્કુલ ટાગોર રોડ હેમુ ગઢવી નાટ્યગૃહ એસ્ટ્રોન ચોક મહિલા કોલેજ ચોક કિશાનપરા ચોક મેયર બંગ્લો પોલીસ હેડ ક્વાર્ટર – સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ.
(5) અંતર:- 5 કિલોમીટર
સ્વદેશી સાઈક્લોથોનના સામાન્ય નિયમો
(1) તારીખ: 25-મી ડિસેમ્બર, 2025, ગુરુવાર
(2) સમય:- સવારે 06:30 કલાકે
(3) સ્થળ:- સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ, રાજકોટ
(4) રૂૂટ:- સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ – જીલ્લા પંચાયત ચોક ડો. યાજ્ઞીક રોડ ડી.એચ. કોલેજ મ્યુનિસિપલ કમિશનર બંગ્લો રોડ ગાર્ડન રોડ વિરાણી હાઇસ્કુલ ટાગોર રોડ હેમુ ગઢવી નાટ્યગૃહ એસ્ટ્રોન ચોક મહિલા કોલેજ ચોક કિશાનપરા ચોક મેયર બંગ્લો પોલીસ હેડ ક્વાર્ટર – સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ.
(5) અંતર:- 5 કિલોમીટર
