ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંત હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે ચર્ચામાં આવ્યો છે. પંતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પાસે ખાસ મદદની ગુહાર લગાવી છે. અડધી રાત્રે ડ પર એક લાંબી પોસ્ટ શેર કરીને પંતે દિલ્હીથી પોતાનું બેઝ ઉત્તરાખંડ શિફ્ટ કરવાની અને ત્યાં પોતાનું ઘર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેણે આક્ષેપ કર્યો છે કે જમીન ખરીદવાની પ્રક્રિયામાં તેને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રિષભ પંતે પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી ઉત્તરાખંડમાં જમીન મળવાની રાહ જોઈ રહ્યો છે. આ અંગે તેણે લખ્યું કે, ’હું ઉત્તરાખંડ સાથે સ્થાનિક રીતે જોડાયેલા છે અને પોતાના રાજ્યને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ મને એવી યોગ્ય અને મોટી જગ્યા નથી મળી રહી જ્યાં હું રહી શકું. જમીન મેળવવાને લઈને પરિસ્થિતિ મારા માટે ખૂબ મુશ્કેલ બની ગઈ છે અને સમગ્ર પ્રક્રિયામાં સ્પષ્ટતાનો અભાવ જોવા મળી રહ્યો છે.’
પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પંતે જણાવ્યું કે, ’હું પોતાના મૂળ સ્થાન પર પાછો ફરવા માગું છું અને પોતાના ’પહાડી લોકો’ વચ્ચે રહેવા માગું છું. હું ઉત્તરાખંડના વિકાસમાં મારું યોગદાન આપવા ઈચ્છું છું.’ પંતે મુખ્યમંત્રીને યાદ અપાવ્યું કે, ’જ્યારે હું ઉત્તરાખંડને પ્રમોટ કરી રહ્યો હતો, ત્યારે જમીનને લઈને જે વાતો કે આશ્વાસન આપવામાં આવ્યા હતા તે પણ મને યાદ છે.’ પંતે કહ્યું કે, ’જો સરકાર મને જમીન ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપે, તો હું નક્કી કરેલા સરકારી દરે જ જમીન ખરીદવા માટે તૈયાર છું.
