15 વર્ષના સ્ટાર ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વર્ષ 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. આ વર્ષે ટી20માં આક્રમક બેટિંગ કરતા છગ્ગાનો વરસાદ કરી દીધો છે. પરંતુ હવે વર્ષ 2026માં ટી20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારના બેટરની યાદીમાં તેને એક સ્થાનનું નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શે આ મામલે વૈભવને પાછળ છોડી દીધો છે. હકીકતમાં વર્ષ 2026માં ટી20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં ફેરફાર જોવા મળ્યો છે. ધ હન્ડ્રેડમાં ધમાકેદાર બેટિંગ કરનાર મિચેલ માર્શે 33 મેચમાં 89 છગ્ગા ફટકારી બીજું સ્થાન હાંસલ કર્યું છે.
તેની સાથે જ તેણે વૈભવ સૂર્યવંશીને ત્રીજા નંબરે ધકેલી દીધો છે. હાલ વર્ષ 2026માં ટી20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવા મામલે ન્યૂઝીલેન્ડનો ફિન એલન પહેલા નંબરે છે. એલને આ વર્ષે 45 ટી20 મેચમાં 97 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે વૈભવ સૂર્યવંશીએ માત્ર 22 મેચમાં 86 છગ્ગા ફટકારી ત્રીજા નંબરે છે. વર્ષ 2026માં સૌથી વધુ ટી20 છગ્ગા ફટકારનાર ટોપ 10 બેટ્સમેનોમાં ભારતના ત્રણ ખેલાડી સામેલ છે. વૈભવ (86 છગ્ગા) ત્રીજા નંબરે છે. જ્યારે અભિષેક શર્મા 74 છગ્ગા સાથે છઠ્ઠા નંબરે અને ઈશાન કિશન 73 છગ્ગા સાથે સાતમાં નંબરે છે.
