મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ રવાપરમાં છરી સાથે શખ્સનો હંગામો

મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો બનતા રહે છે તો લુખ્ખાઓ…

મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો બનતા રહે છે તો લુખ્ખાઓ હવે કેપિટલ માર્કેટ જેવા ધમધમતા વિસ્તારમાં ધોળે દિવસે ઝઘડી રહ્યા છે એટલું જ નહિ છરી ઉગામતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.મોરબીમાં યુવાનોના સ્ટંટના વિડીયો અવારનવાર વાયરલ થતા રહે છે તો મારામારી જેવી ઘટના પણ ગમે ત્યારે બની જતી હોય છે સર્વત્ર સીસીટીવી કેમેરા લગાવેલા છે.

છતાં આવારા તત્વોને પોલીસનો કોઈ ભય રહ્યો નથી આજે શહેરની રવાપર ચોકડી પાસેના કેપિટલ માર્કેટમાં બે ઈસમો માથાકૂટ કરી રહ્યા છે એટલું જ નહિ એક ઇસમ છરી કાઢી ઉગામી સામેની વ્યક્તિને ધમકાવતો વિડીયોમાં જોઈ સકાય છે.અને રવાપર ચોકડી ટ્રાફિક પોઈન્ટ હોવાથી 4 થી 5 પોલીસ જવાનો ડ્યુટીમાં તૈનાત હોય છે આટલા નજીક પોલીસનો પોઈન્ટ હોવા છતાં લુખ્ખાને કોઈ ડર નથી અને છરી દેખાડી કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યો છે તો કેપિટલ માર્કેટમાં જ ભાજપ ધારાસભ્યની ઓફીસ પણ આવેલી છે ત્યારે સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *