માળિયાના ફતેપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

માળિયા તાલુકાના ફતેપર ગામના ખરાવાડમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનો પ્રયાસ કરનાર ઈસમને પોલીસે ઝડપી લઈને ટેન્કર, ટેન્કરમાં રહેલ ડીઝલ અને ડીઝલ ચોરી માટેના સાધનો સહીત…

માળિયા તાલુકાના ફતેપર ગામના ખરાવાડમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનો પ્રયાસ કરનાર ઈસમને પોલીસે ઝડપી લઈને ટેન્કર, ટેન્કરમાં રહેલ ડીઝલ અને ડીઝલ ચોરી માટેના સાધનો સહીત 36.10 લાખનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઈસમો ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ફતેપર ગામના ખરાવાડમાંથી ટેન્કર જીજે 03 બીવાય 6601 મળી આવ્યું હતું જે ટેનરમાંથી ડીઝલ ચોરી કરવાના સાધનો સાથે રાખી ડીઝલ ચોરી કરતા પહેલા જ માળિયા પોલીસે આરોપી દીલીપભાઈ વરજાગભાઈ વીરડા (ઉ.વ.39) રહે ફતેપર તા માળિયા વાળાને ઝડપી લીધો હતો સ્થળ પરથી ટેન્કર કીમત રૂૂ 15 લાખ, ટેન્કરમાં રહેલ પેટ્રોલ/ડીઝલ 24,000 લીટર કીમત રૂૂ 21,10,923 અને ડીઝલ કાઢવા માટેના સાધનો સહીત કુલ રૂૂ 36,10,923 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડીઝલ ચોરી મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *