જડ કાયદા, નિષ્ક્રિય તંત્ર: ગીરનો વનરાજ શેરીઓમાં રહેવા મજબૂર

ગીરનો સિંહ આજે જંગલ છોડીને ઉના-ગીરગઢડાની શેરીઓમાં કેમ ભટકે છે? જવાબ સિંહ નથી, જવાબ સિસ્ટમ છે. વન વિભાગના જડ, અંગ્રેજોના જમાનાના કાયદાઓ અને ખુરશીમાં બેઠેલા…

ગીરનો સિંહ આજે જંગલ છોડીને ઉના-ગીરગઢડાની શેરીઓમાં કેમ ભટકે છે? જવાબ સિંહ નથી, જવાબ સિસ્ટમ છે. વન વિભાગના જડ, અંગ્રેજોના જમાનાના કાયદાઓ અને ખુરશીમાં બેઠેલા અધિકારીઓની નિષ્ક્રિયતાએ ગીરને ખાલી કરી નાખ્યું છે. જે જંગલમાં આઝાદી પછી 300 માલધારી નેસ ધબકતાહતા,આજે 5-6 બચ્યા છે. માલધારીને ગુનેગારનીજેમકાઢી મુકવામાં આવ્યો, પણ તેની સાથે જંગલનું સંતુલન પણ કાઢી મુકાયું. આજે ભૂખ્યો સિંહ જંગલમાં નથી, તે ઉનાની ગલીમાં છે, કારણ કે તેને જંગલમાં રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.

જશાધાર પૂર્વ અને ગીરગઢડા પશ્ચિમ રેન્જમાં હવે રાત પડે એટલે સિંહ-દીપડાનું રાજ ચાલે છે. નેશનલ હાઇવે પર, શહેરી સોસાયટીઓમાં, આંબાના બાગોમાં અને ગૌશાળાઓ નજીક દરિયા કિનારે તેમનો કાયમી વસવાટ થઈ ગયો છે. સાંજે 7 વાગ્યા પછી ઉના શહેરની દુરની સોસાયટી અને બોર્ડરના ગ્રામિણ વિસ્તારમાં કોઈ એકલું નીકળી શકતું નથી. પાંચ વર્ષ પહેલાં આ દ્રશ્ય નહોતું. આ સ્થળાંતર કુદરતી નથી, આ તંત્ર દ્વારા ધકેલાયેલું સ્થળાંતર છે.

ગીરના સાચા રખેવાળ માલધારીઓ હતા. સિંહ અને માલધારી સદીઓથી સાથે જીવ્યા છે. પણ વનવિભાગે માલધારીને જ દુશ્મન ગણી લીધો. જડ કાયદાનો ડર બતાવીને નેસ ખાલી કરાવીને, તેમના પશુ ચરાવવા પર પ્રતિબંધ મુકીને તેમને હાંકી કાઢવામાં આવ્યા. પરિણામ શું આવ્યું? જંગલમાં ઘાસ વધી ગયું, પણ તેને ખાનારું કોઈ ન રહ્યું.ચરિયાણ બંધ થતાં જંગલ ઘટાદાર ઝાંખરા વાળું થઈ ગયું, જ્યાં નાનો શિકાર (ચિત્તલ, સાંભર)ટકી શકતો નથી. શિકાર ઓછો થયો એટલે સિંહ ભૂખ્યો થયો અને ગામ તરફ વળ્યો. જે માલધારી સિંહને સાચવતો હતો, તેને જ કાઢીને વન વિભાગે સિંહને ભૂખ્યો માર્યો છે.

માલધારી વગર ગીર અધૂરું છે. તેમને સન્માન સાથે નેસમાં પાછા લાવવા પડશે, જડ કાયદામાં સુધારો કરો લોકોને ડરાવવાને બદલે તેમને ભાગીદાર બનાવોવળતરની પ્રક્રિયા કરતાં માનવની જીંદગી કેટલી કિંમતી છે તે વિચારો વન્યપ્રાણીની સુરક્ષા પ્રત્યે નિષ્ઠા બતાવો ઉના ગીરગઢડા તાલુકામા વન વિભાગનો થર્મલ ડ્રોન અને 24ડ્ઢ7 કંટ્રોલ રૂૂમ બનાવો, જે ખરેખર કામ કરે.

ડમ્પિંગ બંધ કરો મરેલા પશુઓના નિકાલ માટે વૈજ્ઞાનિક, બંધ વ્યવસ્થા બનાવો. જો હજુ પણ આંખ નહીં ઉઘડે, તો એક દિવસ ગીરનું જંગલ તો ખાલી રહેશે જ, પણ ઉના ગીરગઢડાની શેરીઓમાં પણ માણસ નહીં રહે, માત્ર સિંહ રહેશે.

સત્ય હકીકત જાહેર કરવાના બદલે અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે
ઉના ગીરગઢડા પંથકમાં ગીર પૂર્વની અને પશ્રિમ રેન્જ હેઠળ આવતી કચેરીના અધિકારી પાસે ગીરગઢડા ઉના પંથકમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલાં વન્યપ્રાણી વધ્યા? કેટલા વન્યપ્રાણીના હુમલા થયાં? કેટલાક વન્યપ્રાણીના કારણે લોકો અને પશુધનના મોત થયાં તેની વિગતો માંગતા સ્પષ્ટ રીતે આપવા મનાઈ કરી એક બીજા અધિકારીઓના હવાલા આપી માહિતી આપવા મિડિયાને ખો આપી રહ્યા છે અરે સાહેબો જે રેકર્ડની માહીતી આપવી એતો તમારી જવાબદારી બને છે કે નહીં? આનો અર્થ એ થાય કે તમે કંઇક છુપાડી રહ્યા છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *