અમદાવાદમાં વધુ એક નસેડીએ છ વાહનો ઉલાળ્યા, 4ને ઈજા

  મેમનગર વિસ્તારમાં સવારના પહોરમાં ત્રણ સ્કૂટર અને ત્રણ કારને ટક્કર મારી સર્જયો ટ્રાફિક ટેરર કારચાલક ચિંતન પરીખને લોકોએ ઝડપી લઈ પોલીસને સોંપ્યો અમદાવાદ શહેરમાં…

 

મેમનગર વિસ્તારમાં સવારના પહોરમાં ત્રણ સ્કૂટર અને ત્રણ કારને ટક્કર મારી સર્જયો ટ્રાફિક ટેરર

કારચાલક ચિંતન પરીખને લોકોએ ઝડપી લઈ પોલીસને સોંપ્યો

અમદાવાદ શહેરમાં રફતારનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના મેમનગર વિસ્તારમાં એક યુવકે પોતાની કાર બેફામ સ્પીડે હંકારી 6 થી 7 વાહનોને ટક્કર મારતા ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત સર્જનાર કારચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 7.45 વાગ્યાની આસપાસ શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી આગળના તરફ જવાના રોડ ઉપર એક કારચાલક બેફામ સ્પીડે પોતાની કાર ચલાવી અને આવ્યો હતો બે થી વધુ એક્ટિવા બાઈક અને ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી.

બે વૃદ્ધ અને બાળકો સહિત કુલ ચાર લોકોને પણ અડફેટે લીધાં હતાં જેના કારણે તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી. વહેલી સવારે ચાલવા જતા અને બાળકોને સ્કૂલે જનારા લોકોનાં ટોળા ભેગાં થઈ ગયાં હતાં. 100 મીટરના રોડ ઉપર વાહનોને અને રાહદારીઓને અડફેટે લઈને અકસ્માત સર્જાતા ભયનો માહોલ સર્જાયો હતો.

અકસ્માત સર્જનાર કારચાલકને લોકોએ ઝડપી લીધો હતો. અનેક લોકોના આક્ષેપ મુજબ કારચાલક દારૂૂ પીધેલી હાલતમાં હતો. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જનાર કારચાલકનાં પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ગંભીર અકસ્માતને પગલે લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.

કારચાલકને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર કારચાલકનું નામ ચિંતન મુકેશભાઈ પરીખ હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાલ કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂૂ કરી છે. દારૂૂ પીધેલી હાલાતમાં હતો કે કેમ તે રિપોર્ટ કરાવવા માટે બ્લડ સેમ્પલ લીધાં છે.

કાર ચાલકના કહેવા મુજબ ભત્રીજાને સ્કૂલે મુકવા ગયા હતા. બ્રેકના બદલે એક્સીલેટર પર પગ આવતા અકસ્માત થયો હોવાની કબૂલાત કરી છે. તેઓ વર્ષોથી કાર ચલાવે છે. આજે કારની સ્પીડ કેટલી હતી તે રોડ પરના તમામ સીસીટીવી ચેક કરીશુ. ઇજાગ્રસ્તમાં એક દર્દી વધુ સિરિયસ છે.જેને અસારવા સિવિલ સારવાર અર્થે ખસેડાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *