રિક્ષાચાલકનો આતંક, યુવકને કચડવાનો પ્રયાસ

રાજકોટ શહેરમા જાહેર રસ્તા પર રીક્ષા ચાલકનો આતંક સામે આવ્યો છે જેમા રીક્ષા ચાલક એક યુવાનને રીક્ષાથી કચડી મારવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આ…

રાજકોટ શહેરમા જાહેર રસ્તા પર રીક્ષા ચાલકનો આતંક સામે આવ્યો છે જેમા રીક્ષા ચાલક એક યુવાનને રીક્ષાથી કચડી મારવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આ ઘટના નવાગામ સ્મશાન પાસે બની હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે. આ ઘટનામા બંને વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થયા બાદ રીક્ષા ચાલક ઉશ્કેરાયો હતો અને યુવકને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન હાથમા રહેલી વસ્તુથી યુવાને રીક્ષાનાં કાચ પર હુમલો કરતા કાચમા નુકશાની થઇ હતી તેમજ આ ઘટનાથી વિસ્તારમા ભયનો માહોલ છવાઇ ગયો છે તેમજ આ વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થતા રીક્ષા ચાલકને ઓળખી ઝડપી લેવા કુવાડવા રોડ પોલીસ સ્ટાફે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *