ખોરાણા નજીકથી 1.33 લાખનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ: ચાલક ફરાર

શહેરની ભાગોળે ખોરાણા ગામ નજીક પોલીસે વોચ ગોઠવી વાંકાનેરથી દારૂ ભરી રાજકોટ આવતી રિક્ષાને ઝડપી પાડી 1.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે રિક્ષાચાલક…

શહેરની ભાગોળે ખોરાણા ગામ નજીક પોલીસે વોચ ગોઠવી વાંકાનેરથી દારૂ ભરી રાજકોટ આવતી રિક્ષાને ઝડપી પાડી 1.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે રિક્ષાચાલક પોલીસને જોઇ ફરાર થઇ ગયો હતો. જ્યારે બીજા બનાવમાં બેડી ગામે મકાનમાંથી 11 હજારના દારૂ સાથેએક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ.એન. પરમારની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, રિક્ષામાં અરબાઝ શેખ નામનું શખસ દારૂૂની હેરાફેરી કરી રહ્યો છે અને વાંકાનેરથી રાજકોટ ખોરાણા હડમતિયા બેડીવાળા રોડ પરથી આવે છે જેથી પોલીસની ટીમ ખોરાણા ગામ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ રીક્ષા આવતી દૂરથી દેખાઇ હતી પરંતુ પોલીસને જોઈ રિક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાસી ગયો હતો. બાદમાં પોલીસે રીક્ષામાં તપાસ કરતા અંદરથી રૂૂપિયા 1.33 લાખની કિંમતનો 420 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂૂનો આ જથ્થો અને રીક્ષા સહિત કુલ રૂૂપિયા 1,93,200 નો મુદ્દામાલ કબજે કરી રીક્ષાચાલક અરબાઝ શેખને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.આર. વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એ.બ્લોચની રાહબરીમાં કોન્સ્ટેબલ કુશલભાઈ જોશી, જયદીપભાઇ ધોળકિયા, ભાવેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે બાતમીના આધારે બેડી ગામ રામાપીર મંદિરની પાછળ હડમતીયા રોડ પર આવેલ મકાનમાં દોરડો પાડ્યો હતો. પોલીસે અહીંથી રૂૂપિયા 11,520 ની કિંમતના દારૂૂના 96 ચપલા કબજે કર્યા હતા. દારૂૂના આ જથ્થા સાથે વિજય હસમુખભાઈ દેગામા (ઉ.વ. 28 રહે. બેડી) ને ઝડપી લીધો હતો જેની પૂછતાછ કરતા આ મકાન કિશોરભાઈ પોલાભાઈ દેગામાનું હોવાનું જણાવ્યું હતું અને તેણે અહીં દારૂૂ ઉતારવા માટે જગ્યા આપી હોવાની કબુલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી કિશોર દેગામાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *