વૃધ્ધ મુસાફરોને બેસાડી રોકડ અને દાગીના સેરવી લેતી રિક્ષાગેંગ ઝડપાઇ

ઘંટેશ્ર્વરના શખ્સનું નામ ખુલ્યુ, 1.89 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસેથી પ્રેમજીભાઈ નામના વૃધ્ધને રીક્ષામાં બેસાડી તેમનો મોબાઈલ ફોન અને મવડી…

ઘંટેશ્ર્વરના શખ્સનું નામ ખુલ્યુ, 1.89 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસેથી પ્રેમજીભાઈ નામના વૃધ્ધને રીક્ષામાં બેસાડી તેમનો મોબાઈલ ફોન અને મવડી રોડ પર અવધ રેસીડેન્સી પાસે શાંતિદેવી પટેલ નામના વૃધ્ધાની બંગડી સેરવી લેનાર રીક્ષા ગેંગના ત્રણ સભ્યોને એલસીબી ઝોન-2ના સ્ટાફે નાનામવા રોડ સયાજી હોટેલ મેઈન રોડ પરથી ઝડપી લીધા હતાં.

જેમાં આરિફ ઉર્ફે ચક્કી ફૈઝમહમદ, શેખ (રહે. ત્રિકોણબાગ પાસે, ફૂટપાથ ઉપર), કાંતુબેન પોપટભાઈ વાઘેલા (રહે. મહિલા કોલેજ ચોક પાસે, ખુલ્લા પ્લોટમાં) અને તેજલબેન ઉર્ફે બાવલી દિનેશભાઈ સોલંકી (રહે. હોસ્પિટલ ચોક બ્રીજ નીચે)નો સમાવેશ થાય છે.આ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે રૂૂા. 1.25 લાખની કિંમતની સોનાની બંગડી, રૂૂા. 14 હજારની કિંમતનો મોબાઈલ ફોન, રૂૂા. પ0 હજારની કિંમતની રીક્ષા કબજે કરી હતી. ત્રણેય આરોપીઓ સાથે મુખ્ય સૂત્રધાર તરીકે નટુ દિનેશ કુવરિયા (રહે. ઘંટેશ્વર 25 વારિયા)નું નામ ખુલ્યું છે. જેને ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂૂ કરી છે.આરોપી નટુ વિરૂૂધ્ધ લૂંટ, ચોરી સહિતનાં ત્રણ ગુના નોંધાયેલા છે.

આ ટોળકી વૃધ્ધ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી, ધક્કામૂક્કી કરી, તેમની નજર ચૂકવી, સોનાના દાગીના, મોબાઈલ ફોન અને પાકીટ વગેરે સેરવી લેવાની ટેવ ધરાવે છે.આ કામગીરી પીએસઆઇ આર.એચ.ઝાલા,હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ,શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા, ધર્મરાજસિંહ ઝાલા, અમીનભાઇ ભલુર, અનીલભાઇ જીલરીયા, પ્રશાંતભાઇ ગજેરા ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ તાલુકા પોલીસ મથકના જયપાલસિંહ સરવૈયા, ઉગાભાઇ બાળા અને મહીલા કોન્સ્ટેબલ ભુમીકાબેને કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *