કોન્ટ્રાક્ટરે ખોદેલા મોતના ખાડામાં રિક્ષા ખાબકી

ગોંડલ રોડ ચોકડીએ આડસ કે, ચેતવણીનું બોર્ડ મૂકયા વગર રોડ ખોદી નાખ્યો, ગંભીર બેદરકારીના કારણે અકસ્માત રાજકોટ-ગોંડલ વચ્ચે ચાલી રહેલા સિકસલેન હાઇવેના કારણે વાહન ચાલકો…

ગોંડલ રોડ ચોકડીએ આડસ કે, ચેતવણીનું બોર્ડ મૂકયા વગર રોડ ખોદી નાખ્યો, ગંભીર બેદરકારીના કારણે અકસ્માત

રાજકોટ-ગોંડલ વચ્ચે ચાલી રહેલા સિકસલેન હાઇવેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને કોન્ટ્રાકટર દ્વારા ચાલી રહેલા અણઘડ-ઢંગધડા વગરના કારણે રોજેરોજ ટ્રાફિક જામ સર્જાઇ રહ્યો છે. ત્યારે આજે ગોંડલ રોડ ચોકડીએ જ તંત્ર દ્વારા રોડ વચ્ચે કોઇ પણ જાતના ચેતવણીના બોર્ડ વગર ખોદવામા આવેલા ખાડામાં પ્લાસ્ટિકના પાઇપ ભરેલી એક રિક્ષા ખાબકતા રિક્ષા ચાલકનો માંડ બચાવ થયો હતો.


શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી પાસે સ્કોડાના શો રૂમ સામે તંત્ર દ્વારા મસમોટો ખાડો ખોદી નાખવામાં આવ્યો છે. અને કોન્ટ્રાકટરે આ ખાડાની આડે કોઇ આડસ મૂકી નથી કે, કામ ચાલુ હોવાની ચેતવણીનું કોઇ બોર્ડ પણ નહીં મુકી ગંભીર બેદરકારી દાખવી છે.


આજે સવારે પ્લાસ્ટિકના પાઇપો ભરીને જતા રિક્ષા ચાલકને આ ખાડો નહીં દેખાતા રિક્ષા ખાડામાં ખાબકી હતી. જો કે, લોકોએ દોડી આવીને રિક્ષા ચાલકને ખાડામાંથી બહાર ખેંચી બચાવી લીધો હતો. સદનશીબે તેને કોઇ ગંભીર ઇજા થવા પામી નથી.


પરંતુ રોડ વચ્ચે આવો મોતનો ખાડો ખુલ્લો મુકીદેવા સામે સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાકટર સાથે જવાબદાર અધિકારીઓની પણ બેદરકારી સામે આવી છે.લોકોના જીવ સાથે ખેલતા આવા કોન્ટ્રાકટર-અધિકારીઓ સામે પગલા ભરવા માંગણી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *