મક્કમ ચોક પાસે બનાવ; બસના ચાલકે ફરિયાદ નોંધાવી: ત્રણ શખ્સોને પોલીસે પકડ્યા
ગોંડલ રોડ મક્કમ ચોકમાં ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ સીટી બસના ચાલકે બસ ઉભી રાખી હતી.સિગ્નલ ખુલતાં બાજુમાં ઉભેલા માલવાહક રિક્ષાના ચાલકે જગ્યા ન હોવા છતાં રિક્ષા ભગાવતાં સીટી બસનો મીરર તૂટી જતાં બસ ચાલકે દોડીને પીછો કરી રિક્ષા ઉભી રખાવી ચાલકને ધ્યાન રાખવાનું કહેતાં તેણે ફોન કરી બીજા ત્રણ શખ્સને બોલાવી લાકડીથી હુમલો કરી માર મારતાં પોલીસે રિક્ષાચાલક સહિત ચારને પકડી લીધા હતાં.સંત કબીર રોડ પર રાજારામ સોસાયટી-8માં હિતેષભાઇ દથારીયાના મકાનમાં ભાડેથી રહેતાં બંટી સંદિપભાઇ કકૈયા (ઉ.વ.28)ની ફરિયાદ પરથી જીજે0રબીએક્સ-2793 નંબરની રિક્ષાના ચાલક અને બે અજાણ્યા શખ્સ વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.
બંટી કકૈયા સીટી બસ નં. જીજે03બીઝેડ-4317 રૂૂટ નં. 47માં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. પચ્ચીસમીએ સાંજે તે આ બસ હંકારી કોઠારીયાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જવા રવાના થયેલ ત્યારે મક્કમ ચોકમાં પહોંચતા સિગ્નલ બંધ હોઇ બસ ઉભી રાખી હતી. આ વખતે જમણી બાજુ અતુલ શક્તિ લોડીંગ રિક્ષા ઉભી હતી. સિગ્નલ ખુલતાં જ તેના ચાલકે રિક્ષા તુરત જ જગ્યા ન હોવા છતાં ઘસીને હંકારતા રિક્ષાનું એંગલ બસમાં ડ્રાઇવર સાઇડના મીરરમાં ઘસાતા મીરર તૂટી ગયો હતો. જેથી મેં નીચે ઉતરી રિક્ષાની પાછળ દોડતાં આગળ ચાલકે રિક્ષા ધીમી પાડતાં હું એંગલ પકડી રિક્ષામાં ચડી ગયો હતો અને ચાલકને રિક્ષા ઉભી રાખવાનું કહેતા તેણે ઉભી રાખી હતી.
બાદમાં મેં તેને જગ્યા નહોતી છતાં તમે રિક્ષા હંકારતા બસનો મીરર તૂટી ગયો છે, ધ્યાન રાખવું જોઇએ, હવે મારે સાહેબને શું જવાબ આપવો? તેમ કહેતાં તેણે ગાળો દઇ ઝપાઝપી કરી હતી. બાદમાં ફોન કરતાં બીજા બે શખ્સો આવી ગયા હતાં. તરણેયએ મને ગાળો દઇ લાકડીથી ફટકારતાં કંડકટર અતુલભાઇ બઢીયા આવી ગયા હતાં અને તેણે 100 તથા 108માં ફોન કરી દીધો હતો. પોલીસ આવી જતાં ત્રણેયને પકડી લીધા હતાં અને મને હોસ્પિટલે સારવાર માટે ખસેડયો હતો. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં એએસઆઇ કે. કે. માઢકે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસે આ ગુનામાં રાજેન્દ્રસિંહ ભગવાનસિંહ જાદવ (ઉ.54-રહે. ઉદ્યોગનગર કોલોની ક્વાર્ટર-105), દેવેન્દ્રસિંહ હરદેવસિંહ જાદવ (ઉ.23-રહે. ઉદ્યોગનગર કોલોની), તેના પિતા હરદેવસિંહ ભગવાનસિંહ જાદવ (ઉ.50-રહે. ઉદ્યોગનગર કોલોની ક્વાર્ટર-105)ને પકડી લીધા હતાં.
