રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા તાજેતરમાં જ શહેર અને જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરો માટે અધ્યતન નવા ક્વાર્ટરો બનાવવા અંગે રાજ્યના મહેસુલ ખાતામાં દરખાસ્ત મોકલી હતી. જે મહેસુલ ખાતા દ્વારા મંજૂરી આપી દેવામાં આવતા જ ટૂંક સમયમાં જ આઠ કરોડના ખર્ચે નવ જેટલા આવાસો ત્રણ-ત્રણ માળના માત્ર ડેપ્યુટી કલેક્ટરો માટે જ બનાવવામાં આવશે.
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આવાસના રાજકોટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક અધ્યતન આવાસની કામગીરી પણ શરૂૂ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના તાલુકા વિસ્તારોમાં પણ નાયબ મામલતદાર અને મામલેદારો માટેના આવાસ માટેની કામગીરી પણ જે તે નગરપાલિકા તેમજ પ્રાંત કચેરી દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં તાલુકા વિસ્તારોમાં પણ આવાસો બનાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવશે.
આ ઉપરાંત કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રણ,ચાર અને પાંચ સબ રજીસ્ટાર કચેરીની આધુનિક કચેરીનન નિર્માણ માટે રાજકોટ કલેકટર પ્રભવ જોશી અને માર્ગ મકાન વિભાગ દ્વારા રાજ્યના મહેસુલ ખાતે દરખાસ્ત મોકલવામાં આવી છે. ત્રણેય કચેરીનો કુલ ખર્ચ પાંચ કરોડથી પણ વધુ ખર્ચે નવનિર્મિત સબ રજીસ્ટર કચેરી તૈયાર કરવામાં આવશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગની મંજૂરી મળ્યા બાદ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ત્રણેય સબ રજિસ્ટર કચેરી કાલાવડ રોડ પર આવેલ આવેલ સયાજી હોટલ નજીક 2000 ચોરસ મીટરમાં નિર્માણ પામશે. જેમાં બે માળની અલગ-અલગ ત્રણ જેટલી બિલ્ડીંગો પણ બનાવવામાં આવશે.
