ગેજેટ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા રેવન્યુ બાર એસો. ની માંગ

રાજકોટ રેવન્યુ બાર એસો, દ્વારા ગુજરાત સરકાર ગેજેટ વિભાગ રાજકોટના મેનેજર જી.આર. પટેલને પત્ર લખી સરકારી પ્રેસ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા માંગ કરી છે.રાજકોટ…

રાજકોટ રેવન્યુ બાર એસો, દ્વારા ગુજરાત સરકાર ગેજેટ વિભાગ રાજકોટના મેનેજર જી.આર. પટેલને પત્ર લખી સરકારી પ્રેસ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા માંગ કરી છે.રાજકોટ રેવન્યુ બાર એશોના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, સેક્રેટરી વિજયભાઈ તોગડીયાએ પત્ર પાઠવી છુટાછેડાના કેસમાં ગેજેટ કચેરીમાં ડીંકરી લેવામાં રહેતી મુશ્કેલી દૂર કરવા, ઈ ગેજેટ પ્રસિધ્ધિમાં વિલંબ અને બિનજરૂૂરી કવેરીની હેરાનગતિ બંધ કરવાની સાથે સાથે કચેરીમાં ગેજેટની અરજી સ્વીકારતા કર્મચારીઓનું વાણી વર્તન અયોગ્ય હોય તેને સુધારી ઓફિસનું વાતાવરણ પ્રજાલક્ષી બનાવવા માંગ કરી છે.

સરકારી પ્રેસ ગેજેટ ઓફિસમાં વહીવટી સુધાર પ્રક્રિયા આગળ ધપાવવા અને ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી હાલની વેબસાઈટમાં ઓનલાઇન કે રૂૂબરૂૂમાં પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી માત્ર પોસ્ટ ઓફિસના મની ઓર્ડરનો આગ્રહ રાખવામાં આવે છે આ તમામ સમસ્યા દૂર કરવા માંગ કરી રેવન્યુ બાર એસોસિએશન દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું.

આ તકે રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, સેક્રેટરી વિજયભાઈ તોગડીયા, નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, રાજકોટ બારના ઉપપ્રમુખ સુમિતભાઈ વોરા, ચંદ્રેશ પટેલ, વિમલ ડાંગર, નિશાબેન લુણાગરિયા, મોહિનીબેન ચાવડા, ભાર્ગેશ ખૂંટ, નરેશ પરસાણા, રાજેશ નસીત, ચંદ્રેશ સાકરીયા, કેતન મંડ, વિપુલ પટેલ, તુષાર સોનડાગરા, જયેશ પારખીયા, નિખિલ ઝાલાવાડીયા, રમેશ કાપડિયા, રવિ વણપરીયા, હિતેશ રાદડિયા, તુષાર ગોસ્વામી, પિયુષ સખીયા, નિશાબેન લુણાગરિયા અને મોહિનીબેન ચાવડા જોડાયેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *