સરકારી જમીન ખુલ્લી કરાવતા મામલતદાર
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા જિલ્લા તેમજ શહેરના આજુબાજુના વિસ્તારમાં રહેલા દબાણો દૂર કરવા માટે મામલેદારો તેમજ પ્રાંત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે ત્યારે જેના અનુસંધાને રાજકોટ શહેરના ભાગોળે કુવાડવા ગામ ખાતે સરકારી ખરાબામાં ધાર્મિક દબાણો તેમજ મકાનો સહિતના દબાણો આજે તાલુકા મામલતદાર દ્વારા કરવામાં આવ્યા હતા. રાજકોટ કલેકટર ની સૂચના અનુસાર તાલુકા મામલતદાર દ્વારા કુવાડવા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 558 પૈકીની અંદાજિત 500 ચો.મી. જમીનમાં રહેણાંકના મકાનો તથા ધાર્મિક દબાણ થયેલ, જે દબાણો દૂર કરવામાં આવેલ છે.આ સરકારી જમીનની બજાર કિંમત આશરે દસ લાખ જેટલી થાય છે.