રાજકોટ-અમદાવાદ હાઇવે પર નાના વાહનોની ટોલમુક્તિ યથાવત રાખો

રાજકોટ- અમદાવાદ સિકસલેન હાઇ-વે મંજુર થયો ત્યારથી અત્યાર સુધી માત્ર વિવાદમાં જ રહ્યો છે તેમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ- અમદાવાદ હાઇવે પર…

રાજકોટ- અમદાવાદ સિકસલેન હાઇ-વે મંજુર થયો ત્યારથી અત્યાર સુધી માત્ર વિવાદમાં જ રહ્યો છે તેમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ- અમદાવાદ હાઇવે પર નાના વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવશે નહીં અને ચાર ટોલનાકા કાર્યરત કરવામાં આવશે તેનો વિરોધ સૌરાષ્ટ્રભરમાં થઇ રહ્યો છે.


આ બાબતે રાજકોટના સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળે પણ ઝુંકાવ્યું છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું છે કે રાજકોટ- અમદાવાદ સિકસલેન હાઇવે પર નાના વાહનો પાસેથી પણ ટોલ ઉઘરાવવામાં આવશે તે ગેરવ્યાજબી છે અને નાના વાહન ચાલકોને તેમાંથી મુક્તિ આપવી જોઇએ. હાલ જે રાહત છે તેને યથાવત રાખવાથી નાના વાહન ચાલકોને રાહત મળશે.


વધુમાં જણાવ્યું છે કે માલીયાસણ ખાતે રાજકોટ નજીક જે ટોલનાકાની પ્રસ્તાવના છે તે પણ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે. 60 કિલોમીટર અનતરનો સિધ્ધાંત જળવાતો નથી અને રાજકોટના 15 કિલોમીટરના વિસ્તારમાં આવતા ઉદ્યોગોના માલ પરિવહનને આનાથી મોટો ખર્ચ ભોગવવો પડશે. રાજકોટ નજીક ભરૂડી ટોલનાકાથી માલીયાસણ અંતર 35 કિલોમીટર થાય છે અને વાંકાનેર- બામણબોર હાઇવે ઉપર પણ ટોલનાકુ છે જેનું અંતર 55 કિલોમીટર થાય છે. જેના કારણે નાના વાહન ચાલકોને વધારે માર પડશે ઉપરાંત બીજા ચાર ટોલનાકા બનાવવાની જે વાત છે તે પણ વાહન ચાલકોને ખંખેરવાનું કારસ્તાન છે.


વધુમાં પરાગ તેેજુરાએ કહ્યું હતું કે ઔદ્યોગીક વિકાસ અને નિકાસ વેપાર વૃધ્ધિ માટે માલની પડતર કિંમત મહત્વનો ભાગ ભજવે છે. જેમાં ઉંચા ઇંધણના ભાવ અને ટોલના ખર્ચા ખુબ જ બાધારૂપ છે. જેથી નાના વાહન ચાલકોને રાહત આપવી જરૂરી છે અને ચાર ટોલનાકા બનાવવામાં આવી રહ્યા છે. તે પણ વાહન ચાલકો અને ઉદ્યોગના વિકાસ માટે અન્યાયકર્તા છે. સરકારે આ બાબતે ન્યાયીક નિર્ણય લેવો જોઇએ. તેવી મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

આજી વસાહત નજીક ક્ધવેનશન સેન્ટર બનાવવા ભલામણ કરાઇ
રાજકોટ ખાતે ક્ધવેનશન સેન્ટર બનાવવા બાબત જે ચર્ચા ચાલે છે તે સંદર્ભ માં અમારું ભારપૂર્વક માનવું છે કે આ ક્ધવેન્શન સેન્ટર આજી વસાહત માં આવેલ એનએસઆઇસી ટેક્નિકલ સેન્ટરના ગ્રાઉન્ડમાં જ થવું જોઈએ. આ જગ્યા એ વર્ષ 2017 થી આજ સુધીમાં લગભગ 20 થી 25 પ્રદર્શનો યોજાઈ ગયા છે. એનએસઆઇસીને આ જગ્યા લગભગ 50 વર્ષ પહેલા ક્ધવેનશન સેન્ટર બનાવવા માટે ફાળવવા માં આવેલ. ક્ધવેનશન સેન્ટર માટે અનુકૂળ અને પૂરતી જગ્યા છે. આજી વસાહત ઔદ્યોગિક વિસ્તાર છે. હાઇવે રોડ ટચ છે. 80% ઉદ્યોગો માટે નજીક કહી શકાય. અમે એ પણ કહેવા માંગીયે છીએ કે ક્ધવેનશન સેન્ટર નો હેતુ ઉદ્યોગો ના ઉત્પાદન ના વેચાણ ને વેગ આપવાનો હોવો જોઈએ માટે તેનું સંચાલન સરકાર હસ્તક રહેવું જોઈએ, ભાડા વ્યાજબી હોવા જોઈએ અને ખાનગી કંપનીઓને કે સંસ્થાઓને નફાખોરી કરવા દેવા માટે નું સાધન ના બની જાય તે જોવું પણ ખુબજ જરૂૂરી છે. તેમ પરાગ તેજુરાએ સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *