શંકર નામ ધારણ કરી રામમંદિરની રેકી કરી ગ્રેન્ડ હુમલાનો પ્લાન ઘડ્યો હતો: ગુજરાત અઝજએ પકડેલા આતંકીની ચોકાંવનારી કબૂલાત
ગુજરાત એટીએસ અને હરિયાણા સ્પેશીયલ ટાસ્ક ફોર્સની ટીમે યુપીમાં જોઈન્ટ ઓપરેશન કરીને 19 વર્ષના એક આતંકીને ઝડપી લીધો છે તેની પાસેથી 2 જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં હતા. ઝડપાયેલા આતંકી અબ્દુલ રહેમાનની પુછપરછમાં ખુલ્યુ કે પાકિસ્તાનના આઈએસઆઈના ઈશારે રામમંદિરને ઉડાવવાની યોજના હોવાની માહિતી સામે આવી છે. આ ખતરનાક ઈરાદાને પાર પાડવા માટે રામ મંદિરની કેટલીય વાર રેકી કરી હતી. પોલીસની ટીમોએ આરોપીના ઉત્તરપ્રદેશ ફૈઝાબાદમાં મિલ્કીપુર ગામે આવેલા ઘરે સર્ચ કરી ધાર્મિક સાહિત્ય, હથિયાર પેન ડ્રાઈવ સહિતની શંકાસ્પદ વસ્તુઓ કબ્જે કરી છે.
હરિયાણામાં આરોપી વિરૂૂદ્ધ ગુનો દાખલ કરી આતંકી અને તેના સાગરિતોની આતંકી યોજનાઓ અંગે તપાસ હાથ ધરાઈ છે તેની સાથે અન્ય એક યુવક પણ હોવાની માહિતીના પગલે શોધખોળ સરુ કરાઈ છે. આતંકી અબ્દુલ રહમાનના ગામથી અયોધ્યા રામ મંદિર ખુબ જ નજીકના અંતરે હતુ જેથી તેણે અયોધ્યાના રામમંદિર પર આતંકી હુમલોનો પ્લાન બનાવ્યો હતો પરતું તે હુમલો કરે તે પહેલા જ તેણે પકડી પાડવામાં આવ્યો હતો. એટીએસની તપાસમાં જાણવા મળ્યું કે,અબ્દુલને બે ગ્રેનેડ આઈએસઆઈના હેન્ડલરે આપ્યા હતાં તે ફરીદાબાદના પાલીમાં શંકર નામે છુપાયેલો હતો. અહીં તે ટયુબવેલ રૂૂમમાં રહેતો હતો, જેના માલિકનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું.
છેલ્લા ઘણા સમયથી આઈએસઆઈના સંપર્કમાં રહેલો 19 વર્ષીય યુવક અબ્દુલ રહમાન કેન્દ્ર ગુપ્તચર એજન્સીની રડારમાં આવ્યો હતો. અબ્દુલ રહમાન ગુજરાતમાં કોઈ આતંકી કૃત્યને અંજામ આપવાની ગણતરીમાં હોવાની વિગતો આધારે સેન્ટ્રલ આઈબીએ ગુજરાત એટીએસને એલર્ટ મેસેજ આપ્યો હતો. અબ્દુલ રહમાન છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત તરફ આવતો હોય તેવો કોઈ નિર્દેશ મળતો ન હતો. જેનું લોકેશન ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં જોવા મળતું હતું. રમઝાન માસ શરૂૂ થયો હોવાથી આ દરમિયાન આરોપી કોઈ આતંકી કૃત્યને અંજામ આપે તેવી દહેશતને પગલે ગુજરાત એટીએસએ સમગ બાબતે હરિયાણા એસટીએફને માહિતગાર કરી જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફે જોઈન્ટ ઓપરેશનમાં આરોપી અબ્દુલ રહમાન અબુબકરને ઝડપી તેની પાસેથી બે હેન્ડગ્રેન્ડ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીના ઉત્તરપ્રદેશ સ્થિત નિવાસસ્થાને પોલીસે સર્ચ કરી ધાર્મિક સાહિત્ય, હથિયાર તેમજ પેન ડ્રાઈવ જપ્ત કરી હતી. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ તપાસ માટે ફોરેન્સીક ટીમને મોકલવા તજવીજ શરૂૂ કરી છે.
ગુજરાત એટીએસની ટીમે કરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ઓટો રિક્ષા ચલાવતો અબ્દુલ રહેમાન રામ મંદિર ઉપર હુમલો કરવા તૈયાર થઈ ગયો હતો. અબ્દુલ રહેમાન તેના પાકિસ્તાન આઈએસઆઈ હેન્ડલરના સંપર્કમાં હતો અને તે પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઇ ના આકાના ઈશારે રામમંદિરને ટાર્ગેટ કરવાનો પ્લાન હતો. અબ્દુલ રહેમાન રામ મંદિરની રેકી કરી ચુક્યો હતો અને આઈએસઆઈના હેન્ડલરના આદેશની રાહ જોઈ રહ્યો હતો. અબ્દુલ રહેમાનના ગામથી અયોધ્યાન રામમંદિરનું અંતર માત્ર 42 કિલોમીટરનું હતું. તેની પાસેથી મળી આવેલા હેન્ડગ્રેનેડનો ઉપયોગ ભીડભાડમાં કરવાની યોજના હોવાનુ સામે આવ્યુ છે. ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં આવેલા મિલ્કીપુર ગામમાં રહેતો અબ્દુલ રહેમાન અબુબકરમટન શોપ અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. સામાન્ય પરિવારમાંથી આવતો અબ્દુલ કેવી રીતે આતંકી કૃત્યને અંજામ આપવા તૈયાર થયો તે પોલીસ માટે મોટો પ્રશ્ન છે.
આતંકી અબ્દુલ રહેમાનના ગુજરાત કનેક્શન અંગે તપાસ
ફરીદાબાદના પાલીમાં હિંદુ નામ શંકર ધારણ કરી તેણે આશરો મેળવ્યો હતો, આતંકી અબ્દુલ રહેમાન છ મહિના પહેલા અયોધ્યા રામમંદિરની રેકી કરી આવ્યો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. મંદિરના ઈન અને આઉટ ગેટની માહિતી મેળવી તેમજ ફરિદાબાદ ખાતે આરોપી હેન્ડગ્રેનેડની ડિલીવરી લેવા માટે ગયો હતો. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીને ટ્રેનિંગ અપાઈ તેમજ ટેલિગ્રામથી આઈએસઆઈના હેન્ડલરના સંપર્કમાં હતો.અબ્દુલ રહેમાન સાથે અન્ય એક યુવક પણ હોવાની માહિતીના આધારે તપાસ શરુ કરાઈ છે.ગુજરાતમાં અબ્દુલ રહેમાન કોના કોના સંપર્કમાં હતો તે બાબતે તપાસ પુછપરછ સાથે વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.