ગઇકાલે સવારે મિત્રોને મેસેજ કર્યો, ‘ધોખે કી ખાસીયત હૈ… કી વો યકીન કે સાથ મુફતમે મિલતી હૈ’
બીમારીને કારણે કંટાળી ગયા હતા, મિત્ર વર્તુળ અને સંબંધીઓમાં શોકનું મોજુ
જામનગર રોડ પર બજરંગવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઈ. નિરંજનભાઈ જાનીએ આજે રાત્રે ઘરે પોતાની રિવોલ્વરમાંથી લમણે ગોળી મારી આપઘાત કરી લીધા હતો. મૃતકે બીમારીથી કંટાળી આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવને પગલે મિત્ર વર્તુળ અને સગાસબંધીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, બજરંગવાડીમાં પુનિતનગર-2માં શેરી નં. 4-એમાં રહેતાં નિવૃત્ત એ. એસ. આઈ. નિરંજનભાઈ જાની (ઉ.વ. 60) આજે રાત્રે દસે’ક વાગ્યાની આસપાસ ઘરે હતા ત્યારે પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી લમણે ગોળી મારી લેતા લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે હોસ્પિટલે અને ઘટનાસ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી નિરંજનભાઈ જાની છેલ્લે પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા હતાં. અને તેઓનો મળતાવળો સ્વભાવ હોવાથી તેનું બહોળુ મિત્રવર્તુળ છે.
મૃતક નિવૃત્ત એ.એસ.આઈ નિરંજનભાઈ જાનીને છેલ્લા કેટલાક સમયથી આંચકીની બીમારી હતી. તે ચારે’ક વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા. સંતાનમાં બે પુત્રો છે. આજે પરિવાજનો ઘરે હોલમાં હતા ત્યારે રૂૂમમાં રહેલાં નિરંજનભાઈએ પોતાના પરવાનાવાળી રિવોલ્વરમાંથી માથાના ભાગે ગોળી મારી લીધી હતી.હાલ પોલીસે મૃતકને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
નિવૃત થયા બાદ નિરંજનભાઈ જાની સોશિયલ મીડીયા દ્વારા તેના મિત્રોને દરરોજ સુપ્રભાતનો મેસેજ કરતા હોય ગઈકાલે પણ સવારે ધોખે કી ખાસીયત હૈ… કી વો યકીન કે સાથ મુફતમા મિલતી હૈ….તેઓ મેસેજ કર્યો હતો.
