આરોપીઓ મોડીરાત સુધી ડીજે વગાડતા હોય બંધ કરવાનું કહેતા હુમલો કર્યો
આરોપીઓ દારૂના ધંધાર્થીઓ હોવાનો આક્ષેપ, સામાપક્ષે યુવાન ઘવાયો: ફરિયાદ નોંધવા તજવીજ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મેટોડામાં ડીજે વગાડી રહેલા શખ્સોને ડીજે વગાડવાની ના પાડતા આરોપીઓએ એકસંપ થઇ નિવૃત આર્મીમેન પર હુમલો કર્યો હતો અને ત્યા પાર્ક કરેલા વાહનોમાં પણ આરોપીઓએ તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે ઘટનાના સીસીટીવી ફુટેઝ મેળવી ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે. બનાવની વધુ વિગતલ અનુસાર, મેટોડાની શ્રીનાથપાર્કમાં રહેતા રાજા બાવનજીભાઇ રાઠોડ (ઉ.વ.59)નામના નિવૃત આર્મીમેન રાત્રીના સમયે પોતાના ઘર પાસે હતા ત્યારે તેમની પર યાજ્ઞિક, ભરત પરમાર, ધવલ, અભિમાન અને કૈશિકદાસે પથ્થર અને ધોકા વડે હુમલો કરતા દાંત પડી ગયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
રાજાભાઇ રાઠોડે આક્ષેપ સાથે જણાવ્યું હતુ કે, તેઓ નિવૃત આર્મીમેન છે અને હાલ નિવૃત જીવન જીવે છે. ગઇકાલે ઘર પાસે રાત્રીના સમયે ઘર પાસે કૈશિકદાસના બે વર્ષના પુત્રનો જન્મદિવસ હોય મોડી રાત થઇ ગઇ છતા ડીજે વગાડતા હોય તેમને ડીજે બંધ કરાવાનું કરી અને સોસાયટીના માણસોને શાંતિથી સુવા દેવાનુ કહેતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને તેઓએ હુમલો કર્યો હતો અને ઘરે પાસે પાર્ક કરેલી કારમાં પથ્થર ઝીંકી તોડફોડ કરી નુકસાન કર્યુ હતુ.
આ તમામ આરોપીઓ દારૂના ધંધાર્થીઓ હોવાનો પણ આક્ષેણ કર્યો છે.જયારે સામાપક્ષે શ્રીનાથજી પાર્કમાં રહેતા અભિમાન જાનેભાઇ દાસ (ઉ.વ.23) રાત્રીના ઘર પાસે હતો ત્યારે અજાણયા માણસોએ તલવાર વડે ઇજા કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. તેઓ મુળ આસામના વતની છે. અને કારખાનામાં રહી મંજૂરી કરે છે. આ મારામારી અને તોડફોડની ઘટના બનતા મેટોડા પોલીસ મથકના એએસઆઇ સુરભીબેન કેશવાલા અને સ્ટાફે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેઝ મેળવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે પહોંચી જઇ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
