ખાદ્યપદાર્થોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સીંગતેલને લઈને લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં દિવાળી બાદ ફરી ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં સીંગતેલના ભાવમાં ઘટાડો થતા 15 કિલો ડબ્બાનો ભાવ રૂૂ. 2300એ પહોંચ્યો છે. ત્રણ દિવસમાં ડબ્બે રૂૂ. 40નો ઘટાડો નોંધાયો. બજારની સામે આવેલ આંકડાકીય માહિતી મુજબ સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે જોવા મળ્યા.
દિવાળીથી અત્યાર સુધીમાં સીંગતેલના ભાવમાં રૂૂ. 300નો ઘટાડો થયો છે. સીંગતેલના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાનું કારણ મગફળીના મબલખ ઉત્પાદન માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે. જેના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
સિંગતેલના ભાવ છેલ્લા ચાર વર્ષના તળીયે જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષના સિંગતેલના ભાવ જોઈએ તો 2021માં નવેમ્બર મહિનામાં 2300 ભાવ જોવા મળ્યો હતો. જેના બાદ સૌથી વધુ 2022માં ઓગસ્ટ મહિનામાં પ્રતિ ડબ્બે 32,00 રૂૂપિયા ભાવ થયો હતો જ્યારે તેના બાદ 1 વર્ષ પછી 2023માં ઓગસ્ટ મહિનામાં ઘટીને 3100 રૂૂપિયા થયો હતો. અને એ જ વર્ષમાં એક મહિનાની અંદર એટલે કે 2023માં 100 રૂૂપિયાનો ઘટાડો થતા અનુક્રમે સપ્ટેમ્બર મહિનામાં 3000 અને ઓક્ટોબર મહિનામાં 2900એ પંહોચ્યો હતો. જેના બાદ સીંગતેલના ભાવ 2024માં નવેમ્બર મહિનામાં 2600એ પંહોચ્યો હતો. અને હવે 2025માં એપ્રિલ મહિનામાં પ્રતિ ડબ્બે સીંગતેલનો ભાવ 2300એ પંહોચ્યો છે. એકંદરે કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોમાં સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થયો છે. ખાદ્યતેલોમાં સૌથી વધુ સીંગતેલનો વપરાશ થાય છે.
સીંગતેલના ભાવમાં ઘટાડો થતો ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી. જણાવી દઈએ કે 10 વર્ષ પહેલા સીંગતેલનો ભાવ 1750 રૂૂપિયા હતો. અને હવે ફરી ધીરે ધીરે સીંગતેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.
