પ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકી

શહેરના 150 ફુટ રીંગ રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન પ્રેમ લગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની…

શહેરના 150 ફુટ રીંગ રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન પ્રેમ લગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા યુનિવર્સિટી પોલીસે યુવતીના સંબંધી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, આદિત્ય એપાર્ટમેન્ટમાં બ્લોક નં.602માં રહેતાં ગૌતમ કિશોરભાઈ જાની (ઉ.20) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુકેશ સોહલાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેના મોટાભાઈ મિલનભાઈ વર્ષ 2004માં સ્કૂલ અને ટયુશનમાં અભ્યાસ કરતાં હોય દરમિયાન ગોપાલ ચોક ખાતે રહેતી પાયલ જલાભાઈ સભાડ સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્નેએ વર્ષ 2022માં જૂનાગઢ ખાતે કોર્ટ મેરેજ કરી લીધા હતાં. બાદમાં ગત તા.11-1-2025નાં બન્ને ઘરેથી ભાગી ગયા તેથી તા.12-1-2025ના પાયલના સંબંધી મુકેશ સોહલાએ વાતચીત કરવા સાધુવાસવાણી રોડ પર બોલાવતાં ફરિયાદી તેના મામા કમલેશભાઈ ભટ્ટ અને કાકા પ્રવિણભાઈ જાની સાથે ત્યાં ગયા હતાં.

દરમિયાન મુકેશ સોહલાએ પાયલ વિશે બિનજરૂરી પુછપરછ કરી પાયલ ઘરે નહીં આવે તો ફરિયાદી તેના માતા અને તેના ભાઈ મિલનને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી. ગાળો આપી હતી. જેથી તેઓ ડરી ગયા હોય જે તે વખતે ફરિયાદ કરી ન હતી. બાદમાં તેનો ભાઈ મિલન આવી જતાં ફરિયાદીએ ભાઈ સાથે પોલીસ સ્ટેશને આવી ધમકી આપનાર મુકેશ સોહલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *