જેનીબેન ઠુંમરના સ્થાને નિમણૂક, છ રાજ્યોના મહિલા પ્રમુખ બદલાયા
દિલ્હીમાં તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે અને સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત કરવા માટે કવાયત હાથ ધરી છે ત્યારે આ માટે કોંગ્રેસે સંગઠમાં મોટા ફેરફારો કરવાના શરુ કર્યા છે.જેમાં કોંગ્રેસે ગુજરાત સહિત 6 રાજ્યોમાં મોટા ફેરફાર કર્યા છે કોંગ્રેસ અનેક રાજ્ય અને કેન્દ્રમાં પ્રદેશ મહિલાઓ મોર્ચા માટે અધ્યક્ષની જાહેરાત કરી છે. જેમાં ગીતા પટેલને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગીતાબેન પટેલને જેનીબેક ઠુંમરની જગ્યાએ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ જવાબદારી સોંપતા ગીતા પટેલે કોંગ્રેસનો આભાર માન્યો છે. અને પક્ષના આગેવાનો અને મહિલા કોંગ્રેસના હોદ્દેદાર બહેનોના સાથ સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કર્યો છે.
આ પહેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર હતા અને હવે તેમના સ્થાને ગીતા પટેલની નિમણુક કરવામા આવી છે. ત્યારે જેનીબેન ઠુમ્મરે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનવા બદલ ગીતાબેન પટેલને શુભકામનાઓ પાઠવી હતી. કોંગ્રેસ પાર્ટીએ તેમને અધ્યક્ષ બનવાની તક બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો હતો. પક્ષના આગેવાનો અને મહિલા કોંગ્રેસના હોદ્દેદાર બહેનોના સાથ સહકાર બદલ જેનીબેને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ઓબીસી ડિપાર્ટમેન્ટના 13 જિલ્લાના ચેરમેનોની નિમણૂક
ગુજરાતમાં કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના 13 જિલ્લા પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવી છે. ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન રાજેશભાઇ ગોહિલ તથા મહેશ રાજપૂત કરેલી દરખાસ્તના આધારે ગાંધીનગર જિલ્લાના ચેરમેનપદે કનુભાઇ ચૌધરી, ખેડામાં પ્રકાશ ચૌહાણ, આણંદમાં ભીખાભાઇ ઠાકોર, બોટાદમાં કરશનભાઇ ચૌહાણ, બનાસકાંઠામાં મેલાજી ઠાકોર, દાહોદમાં ફતેસિંહ ડામોર સહિત 13 જિલ્લાના કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે.