સાયલાના નવ પોલીસમેનની બદલી, PSI સસ્પેન્ડ

  બદલી પામેલા પોલીસ કર્મીને દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ ગ્રામ્યમાં મુકાયા: 78 લાખનો દારૂ અને 30,090 લીટર કેમિકલ એસએમસીએ પકડતા સ્થાનિક પોલીસની બેદરકારી ખૂલી…

 

બદલી પામેલા પોલીસ કર્મીને દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ ગ્રામ્યમાં મુકાયા: 78 લાખનો દારૂ અને 30,090 લીટર કેમિકલ એસએમસીએ પકડતા સ્થાનિક પોલીસની બેદરકારી ખૂલી

સાયલા પોલીસ સ્ટેશનની હદમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એક મહિનાની અંદર બે વખત દરોડા પાડી કેમિકલ અને દારૂૂની કટિંગ ઝડપી પાડતા સાયલા પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી. રેન્જ આઇજીએ સાયલ પોલીસ સ્ટેશનના નવ પોલીસ કર્મીની બદલી કરી છે જ્યારે મહિલા પી.એસ. આઇ. એમ.કે.પરમારને સસ્પેન્ડ કરવામાં આળ્યાં છે.

સાયલા તાલુકાના ઢાંકણીયાની સીમમાં એસએમસીની ટીમે 29મી એપ્રિલના રોજ દરોડા પાડી રૂૂ. 78 લાખનો દારૂૂ, ટ્રક, પીકઅપવાન સહિતનો રૂૂ.1.31 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો હતો જ્યારે દરોડા સમયે બુટલેગર સહિતના આરોપીઓ નાસી છૂટયા હતા. આ અગાઉ 23મી માર્ચના રોજ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સાયલા વખતપરના પાટિયા પાસેથી તિરંગા હોટલ પાસેથી 30,090 લિટર કેમિકલ જપ્ત કર્યું છે. આ કેમિકલની કિંમત 23.16 લાખ રૂૂપિયા છે. સાથે જ ત્રણ વાહનો, મોબાઈલ, રોકડ રકમ, ખાલી બેરલ, કેરબા અને બે ઇલેક્ટ્રિક મોટર પણ જપ્ત કરવામાં આવી છે. જેના પગલે રાજકોટ રેન્જ આઇજી દ્વારા સાયલા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નવ પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી કરી હતી.

બદલી અને સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીની યાદી
(1) લક્ષ્મણસિંહ ઝાલા સાયલાથી દેવભૂમિ દ્વારકા
(2) મુકેશ મનજીભાઈ પરમાર સાયલા થી દેવભૂમિ દ્વારકા
(3) રમેશ મગનભાઈ શેખ સાયલા થી જામનગર
(4) રણજીત બાવકુભાઈ જળુ સાયલા થી દેવભૂમિ દ્વારકા
(5) શેખાભાઈ અંબારામભાઈ રોજીયા સાયલા થી દેવભૂમિ દ્વારકા
(6) નરેન્દ્રસિંહ સજુભા પરમાર સાયલા થી દેવભૂમિ દ્વારકા
(7) મજબૂતસિંહ બળદેવસિંહ રાણા સાયલા થી જામનગર
(8) કુલદીપસિંહ બળવંતસિંહ રાઠોડ સાયલા થી જામનગર
(9) નિલેશભાઈ સોમાભાઈ ચાવડા થી રાજકોટ ગ્રામ્ય
(10) એમ કે પરમાર (સાયલા મહિલા પીએસઆઇ)ને સસ્પેન્ડ કરીને હાલ દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *