રીકવરી ઝુંબેશ અંતિમ તબક્કામાં, આજે સ્થળ પર રૂા.64.38 લાખની વસુલાત

મનપાના વેરાવિભાગ દ્વારા રીકવરી ઝૂંબેશને છેલ્લા 5 દિવસ બાકી હોય આજે કડક કાર્યવાહી કરતા ફરત એક મીલકત સીલ કરી હતી. બાકીના સાત આસામિઓએ સ્થળ ઉપર…

મનપાના વેરાવિભાગ દ્વારા રીકવરી ઝૂંબેશને છેલ્લા 5 દિવસ બાકી હોય આજે કડક કાર્યવાહી કરતા ફરત એક મીલકત સીલ કરી હતી. બાકીના સાત આસામિઓએ સ્થળ ઉપર રૂા.64.39 લાખનો વેરો ભરયાઇ કર્યો હતો.
વેરાવિભાગ દ્વારા આજે રૈયા રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.1.02 લાખ. ગાંધીગ્રામમાં 1- યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.57,200/-, ગોંડલ રોડ પર ’નોવોસ” થર્ડ ફલોર શોપ-301 ને સીલ કરેલ છે.(સીલ), નવલનગરમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.1.33લાખ. આનંદ બંગ્લોઝ ચોકમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.37,034/- ગુંદાવાડી શેરી નં-16માં 3-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.5.11 લાખ કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.53,980 કરી હતી.

વેરા વિભાગ દ્વારા આજ રોજ બપોરે 1:00 કલાક સુધી 1-મિલક્તોને સીલ મારેલ તથા 1-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 7-યુનિટની નોટિસ સામે રીકવરી થયેલ .આજના દિન ની રીકવરી રૂૂા.64.38 લાખ. 01/04/2024 થી આજ દિન સુધીની રિકવરી રૂૂ.401.36 કરોડ. 31 માર્ચ 2025 સુધી તમામ રજાના દિવસો સહિત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા-વસૂલાત શાખાની સઘન કામગીરી ચાલુ રાખવામા આવશે. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *