હુમલાખોરને ઘટના સ્થળે લઇ જવાતા લોકોના ટોળા ઉમટયા, જાહેરમાં આરોપીએ માફી માગી
રૈયા રોડ બ્રહ્મસમાજ પાસે કનૈયા ચોક શિવપરા-1માં રહેતાં તેજસ વિનુભાઇ ડાંગર (ઉ.વ.18) નામનો યુવાન પર હુમલા પ્રકરણમાં ગાંધીગ્રામ પોલીસે હુમલામાં ઘવાયેલા તેજસ ડાંગરના પિતા વિનુભાઇ જેસંગભાઇ ડાંગર (ઉ.વ.48)ની ફરિયાદ પરથી જુનેદ ઉર્ફે રિયાઝ રજાક દહેલુશ સહિત પાચ સામે રાયોટીંગ, હુમલા, મહાવ્યથાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે સવાર સુધીમાં પાંચેય આરોપીઓને પકડી લીધા હતા. જેમાં જુનેદ સિવાયના ચાર સગીર હતાં. પોલીસે જુનેદ ઉર્ફ રીયાઝ રઝાકભાઇ દેહલુસ (ઉ.વ.21-રહે. રૈયા રોડ, કનૈયા ચોક, શિવપરા-5)ની ધરપકડ કરી હતી. રવિવારે સાંજે બે દિવસ અગાઉના ઝઘડા મામાલે વાતચીત કરવા તેજસ તેના મિત્ર રેહાનના ઘરે ગયો હતો. આથી રેહાને બીજા મિત્રને ફોન કરી બોલાવ્યો હતો.
આથી તેનો બીજો મિત્ર ઘર પાસે આવી ગયો હતો.તેજસ આ બંને સાથે અગાઉના ઝઘડાની વાત કરતો હતો. વાત કરતાં કરતાં અમે બધા શિવશક્તિ બૂટ હાઉસ નામની દૂકાન પાસે આવી ગયા હતાં. બાદમાં બધાએ મળી ઝપાઝપી કરી હતી. હુમલો કર્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ઝોન -2 રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ મહેન્દ્રસિંહ જાડેજા, શબ્બીર મલેક સહિતની ટીમે પાંચેય આરોપીને હસ્તગત કરી લીધા હતાં. જો કે તેમાંથી ચાર સગીર હોવાનું અને જુનેદ દેહલુસ પુખ્ત વયનો હોવાનું ખુલ્યું હતું.પકાયેલ જુનેદ દેહલુસને સાથે રાખી ગાંધીગ્રામ પોલીસ દ્વારા સમગ્ર ઘટના નું રીક્ધસ્ટ્રક્શન કરાવી જુનેદ દેહલુસ પાસે ઘટના સ્થળે જાહેર માં માફી મંગાવી હતી.
